Result 2019: ટ્રેન્ડમાં ભાજપને લીડ, સુષમા સ્વરાજ બોલ્યા- જીત માટે પીએમ મોદીને શુભેચ્છા
ટ્રેન્ડમાં ભાજપ અને એનડીએને ભારે બહુમત દેખાઈ રહ્યો છે. આ રીતે ભાજપ કેન્દ્રમાં બીજીવાર સરકાર બનાવતી દેખાઈ રહી છે. જો ટ્રેન્ડ પરિણામમાં પરિવર્તિત થયા તો ભાજપ આ ચૂંટણીમાં ઈતિહાસ રચવા જઈ રહ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના પરિણામ આવવાના શરૂ થઈ ગયા છે. પરંતુ અંતિમ પરિણામ આવવામાં સમય લાગશે, પરંતુ ટ્રેન્ડમાં ભાજપ અને એનડીએને ભારે બહુમત મળતો દેખાઈ રહ્યો છે. આ રીતે ભાજપ કેન્દ્રમાં બીજીવાર કેન્દ્રમાં સરકાર બનાવતી દેખાઈ રહી છે. જો ટ્રેન્ડ પરિણામમાં પરિવર્તિત થયો તો ભાજપ આ ચૂંટણીમાં મોટો ઈતિહાસ રચવા જઈ રહ્યું છે.
ટ્રેન્ડમાં ભાજપની આ જીત પર વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે પીએમ મોદીને શુભકામના આપી છે. તેમણે ટ્વીટ કરતા આ મોટી જીત પર પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.
प्रधान मंत्री जी @narendramodi - भारतीय जनता पार्टी को इतनी बड़ी विजय दिलाने के लिए आपका बहुत बहुत अभिनन्दन. मैं देशवासियों के प्रति हृदय से कृज्ञता व्यक्त करती हूँ.
— Chowkidar Sushma Swaraj (@SushmaSwaraj) May 23, 2019
મહત્વનું છે કેન્દ્રીય પ્રધાન સુષમા સ્વરાજ આ વખતે ચૂંટણી લડી રહ્યાં નથી. અત્યાર સુધી તેઓ વિદિશાથી સાંસદ છે. પરંતુ ચૂંટણી પહેલા જ તેમણે જાહેરાત કરી દીધી હતી કે તે આ વખતે ચૂંટણી લડશે નહીં. આ વખતે કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતી પણ ચૂંટણી પણ લડી રહ્યાં નથી.
હાલના ટ્રેન્ડ પર એનડીએ 340 કરતા વધુ સીટો પર આગળ છે. તો કોંગ્રેસના નેતૃત્વમાં યૂપીએ 91 સીટો પર આગળ ચાલી રહ્યું છે. જો યૂપીએ અને અન્યની સીટો ભેગી કરવામાં આવે તો ભાજપના આંકડા સુધી પહોંચી શકે તેમ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે