UPમાં મહિલા નેતાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો, પ્રિયંકા પર અપમાનનો આરોપ
નીલમ મિશ્રાએ જણાવ્યું કે, તેમણે કોંગ્રેસ પાર્ટી સાથે શનિવારે રાજીનામું આપ્યું હતું, ભદોહીથી રમાકાંત યાદવને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે
ભદોહી : લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) ના છઠ્ઠા તબક્કામાં રવિવારે સાત રાજ્યોની 59 સીટો પર મતદાન થયું. આ દરમિયાન ઉત્તરપ્રદેશના ભદોહી જિલ્લાની કોંગ્રેસ અધ્યક્ષ નીલમ મિશ્રાએ પૂર્વી યુપીના પ્રભારી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) પર ગંભીર આરોપ લગાવતા પાર્ટીએ રાજીનામું આપી દીધું. નીલમ મિશ્રાએ આરોપ લગાવતા કહ્યું કે, કોંગ્રેસનાં ભદોહીથી એક બાહ્ય વ્યક્તિને ઉમેદવાર ગણાવ્યા છે. આ અંગે જ્યારે અમે પ્રિયંકા ગાંધી સાથે વાત કરી તો તેમણે અનેક અપમાનજનક વાતો કરી.
લોકસભા ચૂંટણી LIVE: સાંજે 7 વાગ્યા સુધી 61.14% મતદાન,બંગાળે રેકોર્ડ સર્જયો
અભિનંદન ફરી દુશ્મનોના દાંત ખાટા કરશે: આ અતિમહત્વના એરબેઝની જવાબદારી મળી
નીલમ મિશ્રાએ જણાવ્યું કે, તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે કહ્યું કે, ભદોહીથી રમાકાંત યાદવને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ બાહ્ય વ્યક્તિ છે અને હાલમાં જ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે. તેમણે ક્હયું કે, તે અમારા માટે ખુબ જ મોટો ઝટકો હતો. નીલમે દાવો કર્યો કે આ અંગે એખ બેઠક દરમિયાન અમે પ્રિયંકા ગાંધી સાથે વાત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જો કે પ્રિયંકા ગાંધી નારાજ થઇ ગયા અને અમારા માટે અનેક અપમાનજનક વાતો કરી હતી.