Loksabha Monsoon Session: LAC પર કેવી છે સ્થિતિ, મંગળવારે સંસદમાં જાણકારી આપી શકે છે રક્ષામંત્રી
મંગળવારનો દિવસ લોકસભા માટે મહત્વનો હોઈ શકે છે. વિપક્ષ ઘણા સમયથી માગ કરી રહ્યું છે કે સરકાર આ આ મામલામાં મૌન તોડે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સોશિયલ મીડિયા દ્વારા સરકાર પર ઘણીવાર પ્રહાર કરી ચુક્યા છે.
નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે LAC પર ચાલી રહેલા ટકરાવ વચ્ચે મંગળવારે રક્ષામંત્રી રાજનાથ સિંહ લોકસભામાં નિવેદન આપી શકે છે. ઉલ્લેખનીય છે કે વિપક્ષ લાંબા સમયથી ચીનને લઈને સરકાર પર હુમલો કરી રહ્યું છે અને વારંવાર સરકાર પાસે જવાબ માગી રહ્યું છે. આજે પણ લોકસભામાં વિપક્ષના નેતાએ ચીનનો મામલો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. કોરોના મહામારી વચ્ચે સંસદના ચોમાસુ સત્રનો સોમવારથી પ્રારંભ થયો છે.
મંગળવારનો દિવસ મહત્વનો
મંગળવારનો દિવસ લોકસભા માટે મહત્વનો હોઈ શકે છે. વિપક્ષ ઘણા સમયથી માગ કરી રહ્યું છે કે સરકાર આ આ મામલામાં મૌન તોડે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સોશિયલ મીડિયા દ્વારા સરકાર પર ઘણીવાર પ્રહાર કરી ચુક્યા છે. સૂત્રો પ્રમાણે કાલે એટલે કે મંગળવારે રાજનાથ સિંહ લોકસભામાં ચીન મામલામાં મહત્વનું નિવેદન આપી શકે છે.
CM યોગી બોલ્યા- મુગલ આપણા લાયક નહીં, શિવાજીના નામ પર હશે આગરાનું મ્યૂઝિયમ
અધીર રંજન ચૌધરીને કરાવાયા ચુપ
લોકસભામાં ચર્ચા દરમિયાન કોંગ્રેસના અધીર રંજન ચૌધરીએ અચાનક ચીન સરહદ વિવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે ચેર દ્વારા રક્ષામંત્રીને સંબોધિત કરતા કહ્યુ, 'ઘણા મહિનાથી હિન્દુસ્તાનના લોકો ભારે તણાવમાં છે કારણે કે આપણી સરહદમાં ચીન..' એટલું બોલતા સ્પીકરે તેમને રોકી દીધા અને કહ્યું કે, તેના પર બિઝનેસ એડવાઇઝરી કમિટીની ચર્ચા થશે, હવે ચર્ચા નહીં. ત્યારબાદ તેમણે આગામી સાંસદને બોલવા માટે આમંત્રિત કર્યાં હતા. અધીરે ફરી આજે અખબારમાં છપાયેલા એક રિપોર્ટનો ઉલ્લેખ કર્યો પરંતુ સ્પીકરે કહ્યું કે, સંવેદનશીલ મુદ્દા પર સંવેદનશીલ રીતે પોતાની વાત કહેવી જોઈએ.
ભારતીય સેનાનો વળતો જવાબ
ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ પોતાના ચરમ પર છે. પૂર્વી લદ્દાખમાં ચીનની દાદાગીરી વિરુદ્ધ પેન્ગોંગ ઝીલની પાસે ભારતીય સેનાના જોરદાર પલટવારની ચર્ચા હવેચીની સોશિયલ મીડિયામાં વધી ગઈ છે. ચીની સોશિયલ મીડિયામાં જારી તાજા સેટેલાઇટ તસવીરોમાં ભારતીય સેનાની પહાડી યુદ્ધ લડવાની ક્ષમતાને એકવાર ફરી ઉજાગર કરવામાં આવી છે. ચીનના ગાઓફેન-2 સેટેલાઇનથી ખુલાસો થયો છે કે ભારતીય સૈનિક હવે રણનીતિક રૂપથી ખુબ મહત્વની બ્લેક ટોપથઈ માત્ર દોઢ કિલોમીટર દૂર છે.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube