નવી દિલ્હી: ભગવાન હનુમાનની જાતિને લઈને સતત નિવેદનો થઈ રહ્યાં છે. હવે તેમાં કેન્દ્રીય મંત્રી સત્યપાલ સિંહ પણ ઝંપલાવ્યું છે. તેમણે કહ્યું કે હનુમાનજી આર્ય હતાં. તેની પાછળનો તેમનો તર્ક કઈંક એવો છે કે તે સમયે આર્ય જાતિ હતી અને હનુમાનજી તે આર્ય જાતિના મહારુપુરષ હતાં. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભગવાન રામ અને હનુમાનજીના યુગમાં આ દેશમાં કોઈ જાતિ વ્યવસ્થા નહતી. કોઈ દલિત, વંચિત, શોષિત નહતાં. વાલ્મિકી રામાયણ અને રામચરિત માનસ જો તમે વાંચશો તો તમને જાણવા મળશે કે તે સમયે કોઈ જાતિ વ્યવસ્થા નહતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


તેમણે વધુમાં કહ્યું કે હનુમાનજી આર્ય હતાં. એ વાતને મેં સ્પષ્ટ કરી છે. તે સમયે આર્ય જાતિ હતી અને હનુમાનજી આર્ય જાતિના મહાપુરુષ હતાં. અત્રે જણાવવાનું કે હાલમાં જ રાજસ્થાનના માલાખેડામાં સીએમ યોગીએ પ્રચાર દરમિયાન હનુમાનજીને દલિત ગણાવ્યાં હતાં. માલખેડામાં એક સભાને સંબોધિત કરતા યોગી આદિત્યનાથે બજરંગબલીને દલિત, વનવાસી, ગિરવાસી અને વંચિત ગણાવ્યાં હતાં. સીએમ યોગીએ કહ્યું હતું કે બજરંગબલી એક એવા લોક દેવતા છે જે પોતે વનવાસી છે, ગિરવાસી છે, દલિત છે, વંચિત છે. સીએમ યોગીના આ નિવેદન બાદ બ્રાહ્મણ સમાજ ખાસ્સો નારાજ છે. રાજસ્થાન બ્રાહ્મણ સભાએ સીએમ યોગી પર જાતિમાં વહેંચવાનો આરોપ લગાવતા તેમને લીગલ નોટિસ પાઠવી છે. 


હવે બજરંગબલીની જાતિ પર વિવાદ, 'હનુમાનજી દલિત નથી પરંતુ અનુસૂચિત જનજાતિના છે' 
 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...