પત્રકારત્વની આડમાં `Love Jihad`, લખનઉથી સામે આવ્યો વધુ એક ચોંકાવનારો કિસ્સો
ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી લવ જેહાદનો મુદ્દો ગરમાયો છે. જેને જોતા હવે સરકારે પણ કડક વલણ અપનાવ્યું છે. પરંતુ આમ છતાં આવા કેસ અટકવાનું નામ લેતા નથી. તાજો મામલો યુપીની રાજધાની લખનઉથી સામે આવ્યો છે. જ્યાં પત્રકારત્વની આડમાં લવ જેહાદ કરનારા મોહમ્નમદ કાતિલ વિરુદ્ધ કેસ દાખલ કરીને પોલીસે તેની ધરપકડ કરી છે.
લખનઉ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં છેલ્લા કેટલાક અઠવાડિયાથી લવ જેહાદ (Love Jihad) નો મુદ્દો ગરમાયો છે. જેને જોતા હવે સરકારે પણ કડક વલણ અપનાવ્યું છે. પરંતુ આમ છતાં આવા કેસ અટકવાનું નામ લેતા નથી. તાજો મામલો યુપીની રાજધાની લખનઉ (Lucknow) થી સામે આવ્યો છે. જ્યાં પત્રકારત્વની આડમાં લવ જેહાદ કરનારા મોહમ્મદ કાતિલ વિરુદ્ધ કેસ દાખલ કરીને પોલીસે તેની ધરપકડ કરી છે.
લોન મોરેટોરિયમ સ્કિમનો આજે છેલ્લો દિવસ, હવે નહીં મળે લાભ, પણ આ રીતે તમે ઘટાડી શકો છો તમારો EMI
પહેલી પત્ની પણ હિન્દુ છે
પોલીસના જણાવ્યાં મુજબ લખનઉના ચિનહટ વિસ્તારમાં રહેતી એક યુવતીએ માન્યતા પ્રાપ્ત પત્રકાર પર બળાત્કાર અને શારીરિક શોષણનો કેસ દાખલ કર્યો છે. આરોપી પત્રકારે ઉત્તર પ્રદેશ સરકાર પાસેથી માન્યતાપ્રાપ્ત પત્રકારનો દરજ્જો લીધેલો છે અને લખનઉના પોશ વિસ્તાર પાર્ક રોડ પર આવેલા વિધાયક નિવાસમાં સરકારી મકાન પણ મેળવેલું છે. પોલીસનું માનીએ તો આરોપી મોહમ્મદ કાતિલની પહેલી પત્ની પણ હિન્દુ છે જેનાથી તેને બે બાળકો છે.
Mann Ki Baat માં PM મોદીએ 4 જબરદસ્ત 'દેશી એપ'નો ઉલ્લેખ કર્યો, ખાસ જાણો તેના વિશે
યુવતીનો રેપ કરીને આપી લગ્નની લાલચ
પીડિત યુવતીના જણાવ્યાં મુજબ એક વર્ષ પહેલા તે ગોમતીનગરમાં પત્રકાર મોહમ્મદ કાતિલ પાસે નોકરી માટે ગઈ હતી. મોહમ્મદ કાતિલે યુવતીને સારી નોકરી અપાવવાના નામે ચાર પાંચ દિવસ બાદ ફરીથી બોલાવી અને કોફીમાં નશીલો પદાર્થ ભેળવીને તેના પર બળાત્કાર કર્યો. યુવતીએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે હોશ આવતા જ્યારે તેણે પોલીસ પાસે ફરિયાદ કરવાની વાત કરી તો પત્રકાર મોહમ્મદ કાતિલ રડવા લાગ્યો અને માફી માંગતા તેણે મને લગ્નનું વચન આપ્યું. હું પણ લોકલાજથી તેની વાતોમાં આવી ગઈ. આ દરમિયાન તેણે અનેકવાર મારી સાથે શારીરિક સંબંધ બનાવ્યાં. થોડા દિવસ બાદ મારપીટ કરવા લાગ્યો.
Fact Check: 1 સપ્ટેમ્બરથી દેશભરમાં બધાના વીજળી બિલ માફ થઈ જશે?
રૂતબાનો પ્રભાવ દેખાડીને મારી નાખવાની આપી ધમકી
યુવતીએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આ ઘટના બાદ મેં તેના વિશે માહિતી મેળવી તો સામે આવ્યું કે મોહમ્મદ કાતિલ પહેલેથી પરણિત છે અને બે બાળકો છે. જ્યારે યુવતીએ કાતિલને તેની પત્ની અને બાળકો અંગે સવાલ કર્યો તો કથિત પત્રકાર તેના રૂતબાનો પ્રભાવ દેખાડીને મારી નાખવાની ધમકી આપવા લાગ્યો. ત્યારબાદ યુવતીએ પોલીસ સ્ટેશન જઈને પોલીસને પોતાની આપવીતિ જણાવી અને મોહમ્મદ કાતિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પીડિતાની ફરિયાદને આધારે પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube