લોન મોરેટોરિયમ સ્કિમનો આજે છેલ્લો દિવસ, હવે નહીં મળે લાભ, પણ આ રીતે તમે ઘટાડી શકો છો તમારો EMI
Trending Photos
નવી દિલ્હી: લોકડાઉન અને કોરોના સંકટ વચ્ચે રિઝર્વ બેન્કે હોમ લોન ગ્રાહકોને ઈએમઆઈ ચૂકવવા માટે 6 મહિના માટેનો સમય આપ્યો હતો. જેને મોરેટોરિયમ કહે છે. આજે એટલે કે 31 ઓગસ્ટના રોજ તેની છેલ્લી તારીખ છે. તેનો અર્થ એ છે કે આજથી લોન EMIને ચૂકવવા માટે મળી રહેલી છૂટ હવે ખતમ થઈ રહી છે. આવતી કાલથી એટલે કે 1 સપ્ટેમ્બરથી હોમ લોનનો EMI શરૂ થઈ જશે.
આવામાં હોમ લોન ગ્રાહકો સામે એ સવાલ છે કે હવે શું થશે. હોમ લોનનો ઈએમઆઈ કેવી રીતે ચૂકવવામાં આવસે કે મેનેજ થશે. અમે તમને સમજાવીએ છીએ કે તમારી પાસે કયા વિકલ્પ છે. તમે કેવી રીતે તમારી હોમ લોનનો ઈએમઆઈ ઓછો કરી શકો છો.
આ રીતે હોમ લોનનો ઈએમઆઈ ઓછો થઈ શકે
છેલ્લા 18 મહિના દરમિયાન રિઝર્વ બેન્કે વ્યાજદરોમાં 225 બેસિસ પોઈન્ટ એટલે કે 2.25 પરસેન્ટનો કાપ મૂક્યો છે. બેન્કો અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓએ નવા લોન પર પોતાના વ્યાજ દર 9 ટકાથી ઘટાડીને 7 ટકાની આસપાસ કર્યા છે. પરંતુ અનેક વર્તમાન હોમ લોન ગ્રાહકો હજુ પણ 8.5 થી લઈને 9 ટકા પર લોન ચૂકવી રહ્યાં છે.
આવા ગ્રાહકોએ પોતાની બેન્કો સાથે વાત કરવી જોઈએ અને પોતાના લોનને ઓછા વ્યાજ પર શિફ્ટ કરાવવી જોઈએ. આ માટે બેન્ક કેટલાક કન્વર્ઝન ચાર્જ પણ વસૂલી શકે છે. જો કે તે વધુ રહેતો નથી. આમ કરવાથી તમારી લોનની EMIનો બોજો ઓછો થશે. તમારી જૂની લોન નવા પર શિફ્ટ થઈ જશે.
હવે કેટલા રૂપિયાની બચત થશે?
માની લો કે તમારે હોમ લોનના અત્યારે 20 લાખ રૂપિયા ચૂકવવાના છે. જેનો EMI 8.5 ટકાના દરથી ભરી રહ્યાં છો, 15 વર્ષ સુધી આ લોન તમારે ભરવાની છે. તો હાલ EMI થયો 19695 રૂપિયા.
જો બેન્કને તમે કન્વર્ઝન ફી ચૂકવીને તમારી લોન 7.5 ટકા પર શિફ્ટ કરાવશો તો તમારો ઈએમઆઈ થઈ જશે 18540 એટલે કે મહિને 1155 રૂપિયાની બચત. જો તમે તમારો ઈએમઆઈ બદલવા નથી માંગતા અને લોનના સમયગાળામાં ઘટાડો કરવા માંગતા હશો તો ઓછામાં ઓછો દોઢ વર્ષનો સમય ઘટી જશે.
ફિક્સ્ડ ડિપોઝિટથી ઘટી શકે છે EMI
જો તમારી પાસે ફિક્સ્ડ ડિપોઝિટમાં પૈસા છે તો તેનો ઉપયોગ તમે લોનના કેટલાક ભાગ ચૂકવવામાં કરી શકો છો. આવામાં તમારા પર ઈએમઆઈનો બોજો ઓછો થઈ જશે. પરંતુ આમ કરતા પહેલા તમે તમારાી નાણાકીય સ્થિતિ અને અન્ય પહેલુઓને ચોક્કસરપણે ધ્યાનમાં રાખજો. બરાબર સમજી લેજો.
હકીકતમાં ઓછા વ્યાજ આપનારા બચત ખાતા કે ફિક્સ્ડ ડિપોઝિટમાં પૈસા રાખીને ઊંચા વ્યાજવાળા હોમ લોનને ચૂકવવી એ સમજદારી નથી. હાલ SBIના 1થી 3 વર્ષના ટર્મ ડિપોઝિટ પર 5.1 ટકા વ્યાજ મળે છે, જ્યારે હોમ લોન પર તમે 8.5 ટકાનું વ્યાજ ચૂકવી રહ્યાં છો. વધુ સારું એ રહેશે કે FDના પૈસાથી તમે તમારી હોમ લોન ચૂકવો અને EMIનો બોજો કઈંક ઓછો કરવાની કોશિશ કરો. આમ કરતા પહેલા તમે રોકાણ સલાહકાર પાસેથી સલાહ સૂચનો જરૂર લઈ લો.
શું ભવિષ્યમાં લોન મોરેટોરિયમ લેવું જોઈએ?
લોનના EMIમાં રાહત એક સારી સુવિધા તે લોકો માટે જરૂર થઈ શકે છે જેમની પાસે EMI ચૂકવવા માટે પૈસા નથી. પરંતુ તેને એક લક્ઝરી બનાવવાની તકની જેમ ઉપયોગમાં ન લેવી જોઈએ. કારણ કે મોરેટોરિયમ દરમિયાન સતત વધતા વ્યાજ તમારી પરેશાની વધારી શકે છે. જો તમે ચૂકવણી કરવાની સ્થિતિમાં હોવ તો તમારે જરૂર ચૂકવવા જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે