નવી દિલ્લીઃ આ વાત જાણીને તમને બોલીવુડ ફિલ્મ ગુંડેની યાદ આવી જશે. બરેલીના શેરગઢ વિસ્તારમાં એક 25 વર્ષની યુવતીને બે સગા ભાઈઓ સાથે પ્રેમ થઈ ગયો. જ્યારે આ વાતની જાણ તેમા પરિવારને થઈ તો ધમકાવીને મામલો પતાવી દેવામાં આવ્યો પરંતુ  આ લોકો વચ્ચે પ્રેમ એટલો વધી ગયો હતો કે તેઓ ઘરથી ભાગી ગયા. ઉત્તર પ્રદેશમા બરેલીમાં આવેલા શોરગઢમાં 'અજબ પ્રેમ કી ગજબ કહાની' સામે આવી છે. આ આખી ઘટનાની જાણકારી લીધા પછી તમને એક્ટર રણવીરસિંહ અને અર્જુન કપૂરની ફિલ્મ 'ગુંડે'ની યાદ આવી જશે. જ્યાં 25 વર્ષની યુવતીના બે સગા ભાઈઓ સાથે પ્રેમ થઈ ગયો પછી ત્રોણેય ઘર છોડીને ફરાર થઈ ગયા. યુવતીના પિતાએ ન્યાયની માંગ કરી છે. આ અલગ જ પ્રકારની પ્રેમ કહાનીની આખા વિસ્તારમાં ચર્ચા થઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્થાનીકો છુપાઈ છુપાઈને વાતો કરી રહ્યા છે કે યુવતી બન્ને ભાઈઓને પોતાના જીવથી પણ વધુ પ્રેમ કરે છે. જ્યારે આ વાતની ખબર પરિવારના સભ્યોને થઈ તો ઘરમાં સંગ્રામ થઈ ગયો. બન્ને ભાઈઓ અને બહેનને ખૂબ જ ધમકાવવામાં આવ્યા અને મામલો ત્યાં જ પતાવી દેવામાં આવ્યો પરંતુ આ ત્રોણેયનો પ્રેમ એટલો ઘાટ થઈ ગયો હતો કે ત્રોણેય ઘર છોડીને જતા રહ્યા.


યુવતીના ગુમ થયાની ફરિયાદ લખાયા પછી પોલીસ એક્શનમાં આવી અને ત્રોણેયને શોધવાના પ્રયાસો શરૂ કર્યા.  તપાસમાં સામે આવ્યું કે બન્ને ભાઈઓ યુવતીને તેના મામાના ઘરે લઈને ગયા છે. આ ઘટના પછી બન્ને પરિવારો વચ્ચે સંઘર્ષ શરૂ થયું. પોલીસે યુવકના મામા વિરુદ્ધ પણ ગુનો નોંધ્યો. હાલ આ ત્રોણેય પ્રેમીઓ ક્યાં છે તેની કોઈ ભાળ મળી નથી.