ઝી ડિજિટલ ડેસ્ક/અમદાવાદઃ રાયબરેલી ઉત્તર પ્રદેશની 80 લોકસભા બેઠકમાંથી એક છે. લોકસભા ચૂંટણી 2019માં સોનિયા ગાંધી અત્યારે બપોરે 2.55 કલાક સુધીના ટ્રેન્ડ પ્રમાણે 3,55,192 વોટથી આગળ ચાલી રહ્યા છે. તેમના પછી બીજા નંબરે ભાજપના દિનેશ પ્રતાપ સિંઘ છે, જેમને 2,49,202 વોટ મળ્યા છે. આમ સોનિયા ગાંધી દિનેશ પ્રતાપથી અત્યારે 1 લાખ વોટથી આગળ ચાલી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાયબરેલી લોકસભા બેઠકમાં બચ્ચરાવન, હરચંદપુર, રાયબરેલી, સારેની અને ઊંચાહર વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 80માંથી 71 લોકસભા સીટ જીતી હતી. 


યુપીએના ચેરપર્સન અને કોંગ્રેસના સોનિયા ગાંધી અત્યારે રાયબરેલી લોકસભા બેઠક પરથી સાંસદ છે. તેઓ છેલ્લા 1999થી આ લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરતા આવ્યા છે. રાયબરેલી વર્ષ 1992થી કોંગ્રેસનો ગઢ કહેવાય છે. કોંગ્રેસે માત્ર 1977-80માં જનતા પાર્ટીના કાર્યકાળમાં આ બેઠક ગુમાવી હતી અને ભાજપ 1996 અને 1999માં આ બેઠક પર જીતી શક્યું છે.


રાયબરેલીમાં બપોરે 2.55 કલાક સુધીના ટ્રેન્ડના આંકડા જૂઓ નીચે.


[[{"fid":"216676","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]] 


2019ની લોકસભા ચૂંટણીમાં સોનિયા ગાંધી પાંચમી વખત આ બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે ભાજપ દ્વારા દિનેશ પ્રતાપ સિંઘને ટિકિટ આપવાની છે. આ ઉપરાંત શિવપાલ સિંઘ યાદવની પ્રગતિશિલ સમાજ પાર્ટીના હોરી લાલ પણ આ સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ આ બેઠક પર તેમનો કોઈ ઉમેદવાર ઉભો રાખ્યો ન હતો. 


સોનિયા ગાંધીએ આ સીટ 2004, 2006(પેટા ચૂંટણી), 2009 અને 2014માં જીતી હતી. 2014ની લોકસભા ચૂંટણીમાં સોનિયા ગાંધીએ 5,26,434 વોટ સાથે આ બેઠક પર વિજય મેળવ્યો હતો. રાયબરેલી સીટ પર આ અગાઉ કોંગ્રેસના ફિરોઝ ગાંધી, ઈન્દિરા ગાંધી, અરૂણ નેહરુ, શિલા કોલ અને સતિષ શર્મા પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. 


જૂઓ LIVE TV...



ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...