નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમિતોનો મૃત્યુઆંક (Death toll of Corona Patient) ખૂબ ઝડપથી વધી રહ્યું છે. વાત એ છે કે, દેશના ઘણા શહેરોમાં કોરોનાને કારણે મૃત્યુદર 2.5 ટકા પર પહોંચી ગયું છે. તે પંજાબ (Punjab), ગુજરાત (Gujarat) અને મહારાષ્ટ્રમાં (Maharashtra) આગળ આવે છે, જ્યાં દરેક 100 કોરોના સંક્રમિતમાંથી 2 વ્યક્તિના મોત થઈ રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લુધિયાનામાં સૌથી વધારે મોત
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર પંજાબના લુધિયાણામાં સૌથી ખરાબ સ્થિતિનું નિર્માણ થયું છે. અત્યાર સુધીમાં કુલ 51 હજાર 492 લોકોને કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાંથી 1,337 લોકો મૃત્યુ પામ્યા છે. દરરોજ કથળી રહેલી પરિસ્થિતિ વચ્ચે, 27 મી એપ્રિલ સુધીમાં કોરોના મૃત્યુ દર 2.5 ટકા પર પહોંચી ગયો છે, જે 27 એપ્રિલ સુધીમાં માત્ર 1.8 ટકા હતો. પંજાબના મોટાભાગના શહેરોની આ હાલત છે. જલંધરમાં 1,068 લોકો, અમૃતસરમાં 931, પટિયાલામાં 754 અને હોશિયારપુરમાં 716 લોકોનાં મોત થયાં છે.


આ પણ વાંચો:- Covid 19 ના હળવા લક્ષણોવાળા માટે સરકારની નવી ગાઇડલાઇન, આ વાતોનું રાખવું પડશે ખાસ ધ્યાન


ગુજરાતનું અમદાવાદ શહેર બીજા નંબર પર
કોરોના મૃત્યુ દરના મામલામાં ગુજરાતનું અમદાવાદ શહેર બીજા ક્રમે છે. અહીં સુધીમાં 2,870 લોકોનાં મોત થયાં છે, જે પછી શહેરમાં મૃત્યુ દર 2.4 ટકા પર પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, ગુજરાતની કુલ વસ્તી 6,79,36,000 છે, જેમાંથી અત્યાર સુધીમાં કુલ 5,38,845 લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. આરોગ્ય મંત્રાલયના આંકડા દર્શાવે છે કે અત્યાર સુધીમાં 3,98,824 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે, જ્યારે 6,830 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. તે જ સમયે, 1,33,191 લોકો હજી પણ હોસ્પિટલમાં અને હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.


આ પણ વાંચો:- #MahaExitPoll: બંગાળમાં ભાજપને ફાયદો, આસામમાં ફરી ખીલશે કમળ


મહારાષ્ટ્રનું મુંબઇ બન્યું કોરોના હોટસ્પોટ
છેલ્લા કેટલાક દિવસોમાં દરરોજ મળતા કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો થયો છે. પરંતુ કોરોનાથી મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 44,73,394 લોકો કોરોના સંક્રમિત થયા છે. આમાંથી 6 લાખ 35 હજાર 483 લોકો ફક્ત મુંબઇના છે, જેમાં 12,920 લોકો મૃત્યુ પામ્યા છે. મુંબઈનો કોરોના મૃત્યુ દર 1.5 ટકા પર પહોંચી ગયો છે. મૃત્યુદરના મામલામાં દિલ્હી ચોથા ક્રમે ચાલી રહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube