જલદી કરી શકશો માં વૈષ્ણોદેવીના દર્શન, શ્રાઇન બોર્ડે કરી લીધી છે યાત્રાની તૈયારી
માતા વૈષ્ણો દેવીન દર્શન કરવા માટે ઇચ્છુક શ્રદ્ધાળુઓ માટે ખુશખબરી છે. નજીકના ભવિષ્યમાં યાત્રા શરૂ કરવા માટે માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડએ સ્ટાડર્ડ ઓપરેશન પ્રોસીઝર (SOP) તૈયાર કરી લીધી છે.
જમ્મૂ: માતા વૈષ્ણો દેવીન દર્શન કરવા માટે ઇચ્છુક શ્રદ્ધાળુઓ માટે ખુશખબરી છે. નજીકના ભવિષ્યમાં યાત્રા શરૂ કરવા માટે માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડએ સ્ટાડર્ડ ઓપરેશન પ્રોસીઝર (SOP) તૈયાર કરી લીધી છે. જોકે શરૂઆતમાં માતાના દર્શનની સુવિધા ફક્ત જમ્મૂ-કશ્મીરના શ્રદ્ધાળુઓ માટે શરૂ કરવામાં આવશે. ત્યારબાદ દેશભરના શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. હાલ આ મામલે કેન્દ્ર સરકારની પરવાનગી મળવાની બાકી છે.
જીંદગીભર Lockdown રહી ન શકીએ, સરકાર કોરોનાથી ચાર ડગલાં આગળ છે: કેજરીવાલ
કોરોના મહામારીના લીધે દેશભરમાં ચાલી રહેલા લોકડાઉનના કારણે દેશના તમામ પ્રસિદ્ધ તીર્થસ્થળ સંપૂર્ણપણે બંધ છે. જેમાં વિશ્વ પ્રસિદ્ધ માં વૈષ્ણોદેવીનું પવિત્ર સ્થળ પણ સામેલ છે. મંદિર ગત 18 માર્ચથી શ્રદ્ધાળુઓ માટે બંધ છે.
પરંતુ હવે ધીરે-ધીરે લોકડાઉન ખોલવામાં આવી રહ્યું છે અને જીંદગી પાટા પર પરત ફરી રહી છે. વેપારિક ગતિવિધિઓ પણ ફરી એકવાર શરૂ થવા લાગી છે. એવામાં હવે અશા વ્યક્ત કરવામાં આવી શકે છે કે જલદી જ કેન્દ્ર સરકાર દેશના મુખ્ય ધાર્મિક સ્થળો ખોલવાની જાહેરાત કરી શકે છે.
સોમવારથી મોલ-રેસ્ટોરન્ટ ખુલવાની સંભાવના, જાણો કઇ છૂટ મળવાની આશા
જોકે વૈષ્ણોદેવી ભવનના કપાટ શ્રદ્ધાળુઓ માટે ક્યારે ખુલશે તેના વિશે જાણકારી નથી. પરંતુ વૈષ્ણો દેવી યાત્રા આરંભ કરવાને લઇને તેનો આકાર તથા સ્વરૂપ શું હશે તેના પર નિરંતર મંથન ચાલુ છે. શ્રાઇન બોર્ડ દ્વારા તેના પર સ્ટાડર્ડ ઓપરેશન પ્રોસીઝર લગભગ તૈયાર કરવામાં આવી છે. શ્રાઇન બોર્ડ ફક્ત કેન્દ્ર સરકારના નિર્દેશોની રાહ જોઇ રહ્યું છે.
હવે ડ્રોન વડે થશે તમારા ઘરમાં સામાનની ડિલીવરી, આ કંપનીને મળી મંજૂરી
સૂત્રોના અનુસાર જ્યારે પણ નજીકના ભવિષ્યમાં વૈષ્ણો દેવી યાત્રા આરંભ થશે તો સૌથી પહેલાં સીમિત સંખ્યા એટલે કે 5 થી 6 હજાર શ્રદ્ધાળુઓને જ પ્રતિદિન માતાના દર્શન થશે. શરૂઆતમાં ફક્ત સ્થાનિક શ્રદ્ધાળુઓને જ દર્શનની તક મળી શકે છે. તેના માટે ફક્ત મેડિકલી ફિટ શ્રદ્ધાળુઓને જ મંદિરમાં જવાની પરવાનગી મળશે.
દર્શન માટે જતાં પહેલાં શ્રદ્ધાળુઓને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સાથે જ પોતાનું હેલ્થ સર્ટિફિકેટ પણ બતાવવું રહેશે. આ સાથે જ માં વૈષ્ણોદેવીના તમામ પ્રવેશ દ્વાર જેમાં દર્શની ડ્યોડી અને નવા તારાકોટ માર્ગ મુખ્ય છે. અહીં શ્રાઇન બોર્ડ દ્વારા ડોક્ટર ગોઠવવામાં આવશે અહીં વૈષ્ણોદેવી યાત્રા આરંભ કરતાં પહેલાં દરેક શ્રદ્ધાળુનું ચેકઅપ રહેશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube