MP Election Results: રાજ્યમાં આ સ્થિતિ ઊભી થશે તો આનંદીબેન પટેલની ભૂમિકા બનશે ખુબ મહત્વની
મધ્ય પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતી કાલે એટલે કે 11મી ડિસેમ્બરે જાહેર થવાના છે. પરિણામો પહેલા આવેલા એક્ઝિટ પોલને જોઈએ તો મધ્ય પ્રદેશમાં ત્રિશંકુ વિભાનસભાની સ્થિતિ ઊભી થઈ શકે છે.
નવી દિલ્હી: મધ્ય પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતી કાલે એટલે કે 11મી ડિસેમ્બરે જાહેર થવાના છે. પરિણામો પહેલા આવેલા એક્ઝિટ પોલને જોઈએ તો મધ્ય પ્રદેશમાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ ઊભી થઈ શકે છે. આવામાં પ્રદેશના ગવર્નર આનંદબેન પટેલની ભૂમિકા મહત્વની બની શકે છે. ઝી ન્યૂઝના મહા એક્ઝિટ પોલમાં ભાજપને 112 સીટો અને કોંગ્રેસને 109 સીટો મળવાનું અનુમાન છે. ઝી ન્યૂઝનું અનુમાન છે કે મધ્ય પ્રદેશમાં તસવીર સ્પષ્ટ નથી. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે. ઉલ્લેખનીય છે કે પ્રદેશમાં 230માંથી બહુમત માટે 116 બેઠકોની જરૂર છે.
લોકસભા ચૂંટણી 2019: ભાજપને રોકવા માટે આજે 'મહાગઠબંધન'ની બેઠક, બે મોટા નેતા નહીં થાય સામેલ
અત્રે જણાવવાનું કે પ્રદેશમાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ ઊભી થાય તો બધાની નજર આનંદીબેન પટેલના નિર્ણય પર રહેશે. આનંદીબેન પટેલ હાલ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના રાજ્યપાલ છે. એક્ઝિટ પોલમાં મધ્ય પ્રદેશમાં સત્તારૂઢ ભાજપ અને વિપક્ષી દળ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કરથી ઉલ્ટું ભાજપે દાવો કરતા કહ્યું કે અઢી ટકા મતદાન વધ્યું છે. જે ભાજપની સરકારોની નીતિઓ અને યોજનાઓને સ્પષ્ટ સમર્થન છે અને ભાજપ ગત વિધાનસભા ચૂંટણી(165) કરતા પણ વધુ સીટો જીતવા જઈ રહ્યું છે.
શું CM યોગી BJPનો રાષ્ટ્રીય ચહેરો બની ગયા? 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો નક્કી કરશે
આ બાજુ આનંદીબેન પટેલ જેઓ ગુજરાતના પહેલા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. આનંદીબેન પટેલ 1998માં ધારાસભ્ય બન્યા હતાં. વર્ષ 1987થી આનંદીબેન પટેલ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને ગુજરાત સરકારમાં રોડ અને ભવન નિર્માણ, મહેસૂલ, શહેરી વિકાસ અને શહેરી આવાસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ તથા નાણા વિભાગ જેવા મહત્વના ખાતાઓને સંભાળી ચૂક્યા છે. ઈન્ડિયન એક્સપ્રેસે વર્ષ 2014ના ટોપ 100 પ્રભાવશાળી ભારતીયોની યાદીમાં આનંદીબેન પટેલનો સમાવેશ કર્યો હતો. આનંદીબેન પટેલને ગુજરાતના રાજકારણમાં આયર્ન લેડી તરીકે પણ ઓળખે છે. જાન્યુઆરી 2017માં આનંદીબેન પટેલ મધ્ય પ્રદેશના રાજ્યપાલ તરીકે નિમાયા અને બલરામજીદાસ ટંડનના નિધન બાદ આનંદીબેન પટેલને છત્તીસગઢના ગવર્નર તરીકેનો વધારાનો કાર્યભાર પણ સોંપવામાં આવ્યો હતો.