નવી દિલ્હી: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં સૌથી સસ્પેન્સભર્યા પરિણામ મધ્ય પ્રદેશના રહ્યાં છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે 116 બેઠકોની જરૂર છે. છેલ્લે મળતી માહિતી મુજબ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ બહુમતથી બે ડગલા દૂર છે. સવારે જાહેર થયેલા પરિણામ મુજબ આંકડાઓ પર નજર ફેરવીએ તો કોંગ્રેસ 114 બેઠકો જીતી ચૂકી છે જ્યારે ભાજપે 109 બેઠકો પર જીત મેળવી છે. જો છેલ્લે આ જ પરિણામો રહેશે તો મધ્ય પ્રદેશમાં સરકાર બનાવવામાં હવે અપક્ષો, બસપા અને સપાની ભૂમિકા મહત્વની બની રહેશે તેવું જણાય છે. તેઓ નક્કી કરશે કે મધ્ય પ્રદેશમાં હવે કોની સરકાર બનશે કારણ કે કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળતી નથી. પ્રદેશમાં આ બે પાર્ટીઓ ઉપરાંત સમાજવાદી પાર્ટીને પણ બિજાવરની સીટ મળી છે. જ્યારે 4 પર અપક્ષોએ જીત મેળવી છે. બહુજન સમાજ પાર્ટીએ બેઠકો જીતી છે. હવે રાજ્યમાં રાજ્યપાલ આનંદીબેન પટેલની ભૂમિકા મહત્વની બની રહેશે. કોંગ્રેસે મધ્ય પ્રદેશમાં સરકાર બનાવવા માટે રાજ્યપાલ આનંદીબેન પટેલ પાસે મુલાકાતનો સમય માંગ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામઃ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર બાદ કોંગ્રેસ મોટો પક્ષ


કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથે રાજ્યપાલ આનંદીબેન પટેલને પત્ર લખીને સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો છે. આ સાથે જ મોડી રાતે તેમણે મળવાનો સમય પણ માંગ્યો છે. રાજ્યપાલને લખેલા પત્રમાં તેમણે પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવવાની શક્યતા અને વિજયી થયેલા અપક્ષોના સમર્થનની વાત કરીને પ્રદેશમાં સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...