જબલપુર: મધ્ય પ્રદેશના જબલપુરમાં એક ઓટો અને સ્કૂટીની ટક્કર થયા બાદ ઓટો ચાલકને નિર્દયતાથી માર મારવાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મળતી માહિતી મુજબ ઓટોની સ્કૂટી સાથે ટક્કર થઈ હતી ત્યારબાદ સ્કૂટી ચલાવી રહેલી મહિલાએ કેટલાક લોકોને ફોન કરીને બોલાવ્યા અને ત્યારબાદ આ લોકોએ રીક્ષાચલકની પીટાઈ કરી નાખી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Parle G ના એક નિર્ણય પર સોશિયલ મીડિયા યૂઝર્સ આફરીન, લોકો બોલ્યા 'G એટલે Genius'


આ ઘટના જબલપુરના અધારતાલ પોલીસ સ્ટેશન હેઠળ આવતા શોભાપુરની છે. અહીં ટક્કર થયા બાદ મહિલાએ ફોન કરીને બોલાવેલા કેટલાક લોકોએ ઓટો ડ્રાઈવરની નિર્દયતાથી પીટાઈ કરી. ઓટો ડ્રાઈવર બેહોશ થઈ ગયો તો પણ તેઓ ડ્રાઈવરને લાત અને ઘૂસા મારતા રહ્યા. એટલું જ નહીં પાટીયાથી મારતા પણ જોવા મળ્યા. ઘટનાસ્થળે હાજર લોકો બચાવવાની જગ્યાએ ઘટનાનો તમાશો જોતા રહ્યા અને વીડિયો બનાવતા રહ્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. 


લદાખ તણાવ: ભારતની સ્પષ્ટ વાત, ચીન એપ્રિલ પહેલાંની યથાસ્થિતિ પૂર્વવત કરે, સૈનિકોને હટાવે


મળતી માહિતી મુજબ જે સમયે આરોપી યુવક ઓટો ડ્રાઈવરની પીટાઈ કરી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિએ તેને રોકવાની કોશિશ કરી પરંતુ તે લોકો તે વ્યક્તિ સાથે પણ દલીલમાં ઉતરી પડ્યા ત્યારબાદ તે વ્યક્તિ ત્યાંથી જતો રહ્યો. મળતી માહિતી મુજબ હાલ પોલીસે આ ઘટનામાં FIR દાખલ કરી દીધી છે. આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસ એક્ટિવ થઈ ગઈ છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube