મદરેસાઓમાં આતંકવાદીઓ પેદા થાય છે, સરકારી મદદ બંધ થવી જોઈએ: ઉષા ઠાકુર
આસામ ((Assam Madarsa))માં સરકારી મદરેસાઓ પર કાર્યવાહી બાદ હવે મધ્ય પ્રદેશમાં પણ મદરેસાઓને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. મધ્ય પ્રદેશ સરકારના કેબિનેટમંત્રી ઉષા ઠાકુર (Cabinet Minister Usha Thakur)એ મદરેસાઓને અપાતી સરકારી ગ્રાન્ટ બંધ કરવાની માગણી કરી છે. ઉષા ઠાકુરે કહ્યું કે બધા આતંકવાદીઓ મદરેસામાંથી જ નીકળ્યા છે. આથી તેમને અપાતી સરકારી મદદ બંધ કરવી જોઈએ.
ભોપાલ: આસામ ((Assam Madarsa))માં સરકારી મદરેસાઓ પર કાર્યવાહી બાદ હવે મધ્ય પ્રદેશમાં પણ મદરેસાઓને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. મધ્ય પ્રદેશ સરકારના કેબિનેટમંત્રી ઉષા ઠાકુર (Cabinet Minister Usha Thakur)એ મદરેસાઓને અપાતી સરકારી ગ્રાન્ટ બંધ કરવાની માગણી કરી છે. ઉષા ઠાકુરે કહ્યું કે બધા આતંકવાદીઓ મદરેસામાંથી જ નીકળ્યા છે. આથી તેમને અપાતી સરકારી મદદ બંધ કરવી જોઈએ.
દેશમાં COVID-19ના સતત ઘટે છે કેસ!, પણ સ્વાસ્થ્ય મંત્રાલયને સતાવી રહી છે આ મોટી ચિંતા
'આતંકવાદીઓ પેદા થાય છે'
એક પ્રેસવાર્તા દરમિયાન મધ્ય પ્રદેશ સરકારના કેબિનેટમંત્રી ઉષા ઠાકુરે પોતાની જ સરકારની અપીલ કરી કે સરકારી ખર્ચ પર ચાલતી મદરેસાઓને બંધ કરવામાં આવે. તેમનો તર્ક છે કે આ મદરેસાઓમાં કટ્ટરવાદીઓ અને આતંકવાદીઓ પેદા થાય છે. પોતાની વાત રજુ કરવા માટે તેમણે જમ્મુ અને કાશ્મીરના આતંકવાદનો હવાલો પણ આપ્યો.
નવરાત્રિમાં આ 11 કામ ભૂલેચૂકે ન કરતા...નહીં તો પસ્તાવાનો વારો આવશે
જનતાના પૈસા વિકાસ માટે
તેમણે એમ પણ કહ્યું કે વક્ફ બોર્ડ પોતાનામાં જ એક મજબૂત સંસ્થા છે. આથી તેની શાસકીય મદદ પણ બંધ થવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે જો કોઈ પર્સનલ રીતે મદદ કરવા માંગે તો આપણું બંધારણ તેની મંજૂરી આપે છે પરંતુ આપણે પરસેવાની કિંમતી કમાણીને વેડફાવવા દઈશું નહીં. આપણે તે પૈસાનો ઉપયોગ વિકાસકાર્યોમાં કરીશું.
દેશમાં ફરીથી લાગશે લોકડાઉન? અમિત શાહે આપ્યો આ જવાબ
આસામ સરકારનો નિર્ણય
અત્રે જણાવવાનું કે હાલમાં જ આસામ સરકારે સરકારી ખર્ચે ચાલતી મદરેસાઓ અને સંસ્કૃત શાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આસામ સરકારે કહ્યું કે ધાર્મિક શિક્ષણ માટે સરકારી મદદ આપી શકાય નહીં. જો કે આસામ સરકારે એ પણ સ્પષ્ટ કર્યું કે ખાનગી મદરેસાઓ તેઓ બંધ કરતા નથી. સરકારી મદરેસાઓને વધુ સારા શિક્ષણ હેતુસર રેગ્યુલર શાળાઓમાં ફેરવવામાં આવશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube