નવી દિલ્હી : મધ્યપ્રદેશ વિધાનસભા ઈલેક્શનની તૈયારીઓમાં લાગેલ કોંગ્રેસે શનિવારે પોતાનું ઘોષણા પત્ર વચન પત્રના નામથી જાહેર કર્યું છે. ભોપાલમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના મધ્ય પ્રદેશ વિસ્તારના પ્રમુખ કમલનાથ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ અને કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધીયાએ અન્ય કોંગ્રેસ નેતાઓ સાથે પાર્ટીનું ઘોષણા પત્ર જાહેર કર્યું છે. કોંગ્રેસે તેમાં નારો આપ્યો છે કે, ‘આઓ બનાએ મધ્ય પ્રદેશ, ફીર સજાએ અપના પ્રદેશ’. પરંતુ ઘોષણા પત્રની અંદર એક પાના પર સંઘને લઈને કેટલીક એવી માહિતીનો ઉલ્લેખ કરાયો છે કે, કોંગ્રેસ સત્તામાં આવી તો આરએસએસની વિરુદ્ધ કડક પગલા લઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારી ઓફિસોમાં સંઘની શાખાઓ પર રોક
તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ પોતાના ઘોષણા પત્રમાં લિખિત રુપમાં આ વાતનો વાયદો કર્યો છે કે, જો તેમની પાર્ટી સત્તામાં આવે છે તો સરકારી કાર્યાલયોમાં સંઘની શાખાઓ પર પ્રતિબંધ લગાવવામાં આવશે. ઘોષણા પત્રના 80મા પાના પર 47.62ના બિન્દુમાં ઉલ્લેખ કરાયો છે કે, શાસકીય કેમ્પસમાં આરએસએસની શાખાઓ પર પ્રતિબંધ લગાવીશું, તથા શાસકીય અધિકારી તેમજ કર્મચારીઓની શાખાઓમાં છૂટ સંબંધી આદેશ નિરસ્ત કરીશું. 



ઈ-એટેન્ડન્સ નાબૂદ કરવાની વાત
આ ઉપરાંત લોકાયુક્તનું ગઠન નવી રીતે કરવાના, ઈ-એટેન્ડન્સ નાબૂદ કરવાની વાત પણ કહેવામાં આવી છે. આ સાથે જ લોક સેવા આયોગની પરીક્ષાઓમાં થયેલી ગરબડીઓની તપાસ માટે તપાસ આયોગ બનાવવાનો પણ વાયદો કરવામાં આવ્યો છે. 


ખેડૂતો માટે બે લાખ રૂપિયાનું દેવુ માફ
કોંગ્રેસ મધ્યપ્રદેશ વિધાનસભા ઈલેક્શન માટે વાયદો કર્યો છે કે, પ્રદેશમાં સત્તા આવવા પર ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવામાં આવશે. આ સાથે જ કોંગ્રેસે પ્રદેશના યુવાઓને રોજગાર આપનારા ઉદ્યોગોને વેતન અનુદાન આપવાનો વાયદો કર્યો છે. કોંગ્રેસ પ્રદેશના ખેડૂતોને કૃષિ ભૂમિ રજિસ્ટ્રી શુલ્કમાં પણ છૂટ આપવાની અને નાના ખેડૂતોને કન્યા વિવાહ માટે 51,000 રૂપિયાની સહાયતા આપવાનો વાયદો કર્યો છે. 



112 પાનાનું વચન પત્ર
પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે પત્રકાર મીટિંગમાં પાર્ટીના 112 પાનાનું વચન પત્ર જાહેર કરતા તેને પ્રદેશી જનતાનો અવાજ બતાવ્યો હતો. તેમણે કહ્યું કે, સમાજના દરેક વર્ગની સાથે વિચાર વિચાર વિમર્શ બાદ તૈયાર કરવામાં આવ્યું છે. આ વચન પત્રમાં સૌથી વધુ ધ્યાન ખેડૂતો અને યુવા વર્ગ પર આપવામાં આવ્યું છે. 



ખેડૂતો માટે જાહેરાતોની વર્ષા
પ્રદેશ કોંગ્રેસે ખેડૂતો માટે જાહેરાતનો વરસાદ કરતા બે લાખ રૂપિયા સુધીનું દેવુ માફ કરવાની, 60 વર્ષની ઉમરમાં નાના ખેડૂતોને 1000 માસિક પેન્શન આપવાની, વીજળી બિલ અડધુ કરવાની, ઘઉં, જુવાર, બાજરો, મકાઈ, સોયાબીન, સરસઉ, કપાસ, મગ, ચણા તેમજ મસૂર, અડદ, લસણ, ડુંગળી, ટામેટા તેમજ શેરડી પર બોનસ આપવાની, દૂધ પર 5 રૂપિયા પ્રતિ લીટર બોનસ આપવાની, કૃષિ ભૂમિની રજિસ્ટ્રીમાં છૂટ અંતર્ગત પુરુષ ખેડૂતોને 6 ટકા તથા મહિલા ખેડૂતોને 3 ટકાનું ડિસ્કાઉન્ટેડ શુલ્ક આપવા સહિત ડીઝલ-પેટ્રોલ પર છૂટ આપવાનો વાયદો કરવામાં આવ્યો છે. કોંગ્રેસે આ સાથે જ મંદસૌર પોલીસ ગોળી કાંડ, જેમાં 6 ખેડૂતોના મોત થયા હતા, તેની પુન ન્યાયિક તપાસ ઉચ્ચ ન્યાયાલય કે ન્યાયાધીશ પાસે કરાવવાની પણ જાહેરાત કરી છે. આ સાથે જ ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીના કૃષિ ઉપકરણ પર 50 ટકા અનુદાન આપવાની પણ જાહેરાત કરાઈ છે.