ભોપાલ: મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકારે લોકસભા ચૂંટણી અગાઉ ઓબીસી વર્ગને સાધવા માટે એક મોટો નિર્ણય લીધો છે. કોંગ્રેસ સરકારે મધ્ય પ્રદેશમાં ઓબીસી માટે અનામત 14 ટકાથી વધારીને 27 ટકા કરવાના વટહુકમનું ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. આવામાં હવે રાજ્યમાં ઓબીસી વર્ગને સરકારી નોકરીમાં 14 ટકાથી વધીને 27 ટકા અનામત મળશે. અત્રે જણાવવાનું કે રાજ્યપાલ આનંદીબેન પટેલે એક દિવસ અગાઉ જ ઓબીસીને 27 ટકા અનામત આપવાના વટહુકમને મંજૂરી આપી હતી. ત્યારબાદ રાજ્યમાં અનામતની મર્યાદા વધારીને 50 ટકાથી 63 ટકા કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓબીસીને 27 ટકા અનામત આપવાના વિષય પર ચર્ચા કરતા રાજ્યના કાનૂન અને વિધિ વિષયક મંત્રી પી સી શર્માએ જણાવ્યું કે આ વટહુકમ જારી કરાયો છે અને અધિસૂચિત કરાયો છે. અત્રે જણાવવાનું કે આ પગલાંને સત્તારૂઢ કોંગ્રેસ દ્વારા આગામી લોકસભા ચૂંટણી અગાઉ અન્ય પછાત વર્ગોને પોતાની તરફ કરવાની કોશિશ તરીકે જોવામાં આવી રહ્યું છે. જ્યારે સરકારી અધિકારીઓએ જણાવ્યું કે આ વટહુકમને પાસ કરાવવા માટે શુક્રવારે જ રાજ્યપાલ આનંદીબેન પટેલ પાસે મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ આ વટહુકમનું ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું. 


અધિકારીઓનું કહેવું છે કે ઓબીસી માટે 27 ટકા અનામત આપનારું કદાચ આ પહેલું એકમાત્ર રાજ્ય છે. અત્રે જણાવવાનું કે ઓબીસી અનામત મર્યાદા વધાર્યા બાદ પ્રદેશમાં અનામત મર્યાદા વધીને 50 ટકાથી 63 ટકા થઈ છે. કારણ કે રાજ્યમાં એસસીને 16 ટકા અને એસટીને 20 ટકા અનામત પહેલેથી મળે છે. 


દેશના વધુ સમચારો વાંચવા માટે કરો ક્લિક...