Madhya Pradesh News: રાજ્ય સરકારે એક મોટી જાહેરાત કરી છે. જે મુજબ હવે રાજ્યની દીકરીઓની મેડિકલ, આઈઆઈએમ અને આઈઆઈટીની માતબાર ફી પૂરેપૂરી સરકાર ભરશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ જાહેરાત કરી. તેનાથી વિદ્યાર્થીનીઓને પોતાનું ભવિષ્ય ચમકાવવામાં મદદ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરતા કહ્યું કે એમપી સરકાર દીકરીઓની મેડિકલ, આઈઆઈટી, આઈઆઈએમ કે અન્ય કોઈ પણ સંસ્થામાં પ્રવેશ લેવા માટે પૂરી ફી ફરશે. તેમણે કહ્યું કે લાડલી લક્ષ્મી યોજનાના ચમત્કારના પ્રતાપે રાજ્યમાં દીકરીઓનો ગુણોત્તર વધ્યો છે અને સંખ્યા 956 પર પહોંચી છે. મુખ્યમંત્રીએ આ સાથે કહ્યું કે ડોક્ટર બનવા માટે પ્રાઈવેટ મેડિકલ કોલેજમાં 7થી 8 લાખ રૂપિયા ફી લાગે છે. મેડિકલ, આઈઆઈટી, આઈઆઈએમ કે કોઈ પણ સંસ્થામાં પ્રવેશ માટે લાડલી લક્ષ્મીની સંપૂર્ણ ફી રાજ્ય સરકાર ભરશે. 12મું ધોરણ પાસ કરીને કોલેજમાં પ્રવેશ લેતી છોકરીઓને 25 હજાર રૂપિયા બે હપ્તે અપાશે. 


અત્રે જણાવવાનું કે પાટનગર ભોપાલના લાલ પરેડ મેદાન પર લાડલી લક્ષ્મી ઉત્સવ દ્વારા યોજના 2.0 કાર્યક્રમનો આરંભ કરાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે દીકરીઓના ચહેરા પર હાસ્ય જોઈને મારું જીવન સફળ થાય છે. પ્રદેશમાં હાલ 42 લાખ 14 હજાર લાડલી લક્ષ્મી દીકરીઓ છે. તેમણે આ સાથે એમ પણ કહ્યું કે અમે લાડલી ઈ-સંવાદ એપ બનાવી છે. જેથી કરીને જરૂર પડ્યે મારી સાથે દીકરીઓ સીધો સંવાદ કરી શકે. 


President Election 2022: આ વખતે સાંસદોની સંખ્યા ઘટી ન હોવા છતાં તેમના મતનું મૂલ્ય ઘટી જશે, જાણો કારણ 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube