ભોપાલ: મધ્ય પ્રદેશમાં ઝેરી દારૂ વેચીને લોકોને મોત વેચનારા અપરાધીઓને પણ હવે મોતની સજા મળશે. પ્રદેશ સરકાર ઝેરી દારૂ વેચનારા માટે આજીવન કેદ અને મૃત્યુદંડની સજાની જોગવાઈ કરવા જઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિવરાજ કેબિનેટે લીધો નિર્ણય
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં કેબિનેટે આ મોટો નિર્ણય લીધો છે. કેબિનેટ તરફથી પાસ થયેલા પ્રસ્તાવ મુજબ જો ગેરકાયદેસર દારૂથી કોઈના જીવ ગયા તો દોષિતને આજીવન કેદ કે મૃત્યુદંડની સજા થશે. હાલ રાજ્યમાં આ પ્રકારના અપરાધ માટે વધુમાં વધુ 10 વર્ષની સજા છે. 


દંડની રકમ પણ વધારાશે
મળતી માહિતી મુજબ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ જલદી વિધાનસભામાં ઝેરી દારૂ (લઠ્ઠો) પર રોકથામ સંબંધિત બિલ રજુ કરવા જઈ રહ્યા છે. આ બિલમાં દંડની રકમ પણ 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવશે. આ સાથે જ અન્ય અનેક કડક જોગવાઈઓ પણ બિલમાં સામેલ કરાશે. આ બિલ પાસ થયા બાદ દારૂ તસ્કરો વિરુદ્ધ આ પ્રકારના કડક કાયદો બનાવનાર મધ્ય પ્રદેશ દેશનું પ્રથમ રાજ્ય બનશે. 


Corona Third Wave ના સવાલ પર આરોગ્ય મંત્રાલયે કહ્યું- દેશમાં હજુ બીજી લહેર પૂરી થઈ નથી


ઝેરી દારૂથી અનેક લોકોના મોત
અત્રે જણાવવાનું કે રાજ્યના મંદસૌર જિલ્લામાં હાલમાં જ ઝેરી દારૂ પીવાથી આઠ લોકોના મોત થયા હતા. ત્યારબાદ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોએ સરકારને ઘેરી હતી. પ્રદેશના અન્ય ભાગોમાં પણ ઝેરી દારૂથી મોતના સમાચાર સામે આવ્યા હતા. ત્યારબાદ શિવરાજ સિંહ સરકારે આ અંગે કડક કાયદો બનાવવાનો નિર્ણય લીધો. 


Pune: 16 કરોડનું ઈન્જેક્શન પણ કામ ન આવ્યું, આખરે માસૂમ વેદિકાએ દુનિયાને કરી અલવિદા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube