શું રાજનીતિમાંથી સંન્યાસ લેશે કમલનાથ? કહ્યું- હવે હું આરામ કરવા ઈચ્છુ છું
પેટાચૂંટણીમાં કોંગ્રેસના પરાજય બાદ પૂર્વ સીએમ કમલનાથે કહ્યુ કે, હવે મારી ઈચ્છા આરામ કરવાની છે.
ભોપાલઃ મધ્યપ્રદેશ પેટાચૂંટણીમાં કોંગ્રેસના પરાજય બાદ રાજ્યમાં નેતૃત્વ પરિવર્તનની માગ ઉઠવા લાગી છે. આ સાથે તે કહેવામાં આવી રહ્યું છે કે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ નેતૃત્વ વયોવૃદ્ધ થઈ ગયું છે. કમલનાથ અને દિગ્વિજય સિંહ બંન્નેની ઉંમર 70 વર્ષથી વધુ છે. તેવામાં કોઈ યુવાના હાથોમાં પ્રદેશની કમાન સોંપવી જોઈએ. આ માગો વચ્ચે મધ્યપ્રદેશના છિંદવાડામાં એક રેલીમાં કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કહ્યુ કે, હું થોડો આરામ કરવા તૈયાર છું. મારી કોઈ પણ પદ માટે મહત્વકાંક્ષા કે લાલચ નથી. મેં પહેલા ઘણું હાસિલ કરી લીધુ છે. હું ઘરે રહેવા તૈયાર છું.
ઉલ્લેખનીય છે કે 28 સીટો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે ધમાકેદાર જીત મેળવતા 19 સીટો પર કબજો કર્યો હતો. કોંગ્રેસના ખાતામાં માત્ર 9 સીટો ગઈ. હતી. છિંદવાડાના વિધાનસભા ક્ષેત્ર પાંઢુર્ણાના લક્ષ્મી મંગળ ભવનમાં આયોજીત કોંગ્રેસની બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કહ્યુ કે, બંધારણ નિર્માતા ભારત રત્ન બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરે બંધારણની રચનામાં તે વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો કે દેશ અને પ્રદેશમાં પેટાચૂંટણી કઈ પરિસ્થિતિમાં થવી જોઈએ. આવી અનહોની દેશમાં ક્યાંય ક્યારેય થઈ નથી. તમામ સોદાબાજી જનતાએ પોતાની આંખોથી જોઈ છે. હું પણ આમ કરી શકતો હતો, પરંતુ હું ખરીદી અને વેચાણની રાજનીતિ કરતો નથી.
આ પણ વાંચોઃ આંદોલન કરી રહેલા કિસાનોનો માફી પત્ર વાયરલ, લખ્યું- અમારી લાચારી છે
કમલનાથે કહ્યુ કે, અહીંની જનતા અને કાર્યકર્તાઓ સાથે તેમનો પારિવારિક સંબંધ રહ્યો છે. આ આધાર પર જો બધા ઈચ્છે કે હવે હું આરામ કરુ તો પ્રતિક્રિયામાં બધાએ ઉભા થઈને એક સ્વરમાં કહ્યું કે, તમારે આરામ કરવો નથી અને ફરી સરકાર બનાવવી છે. આ તકે કોંગ્રેસ કાર્યકર્તાઓએ આગામી સરકાર બનાવવાના પક્ષમાં સમર્થનમાં વિચાર વ્યક્ત કર્યા હતા. સાંસદ નકુલ નાથે કહ્યુ કે, કમલનાથ ક્યારેક ધારાસભ્ય, ક્યારેક મુખ્યમંત્રી તો ક્યારેક કોંગ્રેસ કમિટીના અધ્યક્ષના રૂપમાં ખુબ વ્યસ્ત રહ્યા છે, પરંતુ હું આજે તેમને આપની વચ્ચે લઈને આવ્યો છું.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube