Madhya Pradesh News: શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે DJના અવાજથી કોઈનું મૃત્યુ થયું હોય...પણ મધ્યપ્રદેશમાં એક આવી જ ઘટના સામે આવી છે જેના કારણે હડકંપ મચી ગયો છે. ઉજ્જૈનમાં એક લગ્ન પ્રસંગમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જેમાં ડીજેના તાલે એક યુવક નાચતા નાચતા અચાનક જમીન પર ઢળી પડ્યો. બેભાન અવસ્થામાં તેને હોસ્પિટલ લઈ ગયા પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સમગ્ર મામલે ડોક્ટરોનું કહેવું છે ડીજેના વધુ પડતા અવાજના લીધે યુવકનું મૃત્યુ થયું છે. બનાવની વિગત એવી છે કે ઉજ્જૈન પાસે અમ્બોદિયા ડેમનો રહેવાસી 18 વર્ષનો લાલસિંહ તેના મિત્રના લગ્ન માટે તાજપુર આવ્યો હતો. વિજયનો વરઘોડો નિકળતા જ  લાલસિંહ એકદમ હોંશભેર નાચવા લાગ્યો. મિત્રો સાથે ડીજેની પાછળ લાલસિંહ પણ નાચી રહ્યો હતો અને પોતાના મોબાઈલથી સાથે સાથે વીડિયો પણ બનાવી રહ્યો હતો. પરંતુ ત્યાં તો અચાનક જ લાલસિંહ બેભાન થઈને ઢળી પડ્યો, અને પછી ક્યારેય ઊભો જ ના થઈ શક્યો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે લાલસિંહના હૃદયમાં લોહી જામી ગયું હતું. જેથી ડોક્ટરોનું કહેવું છે કે ડીજેના વધુ પડતા અવાજના લીધે બન્યું હોઈ શકે છે. 


ડોક્ટરનું કહેવું છે કે ડીજે સહિત અન્ય મોટા સાઉન્ડમાં મોટા અવાજે મ્યૂઝીક વગાડવામાં આવે છે ત્યારે શરીરમાં અસમાન્ય ગતિવિધિઓ તેજ થઈ જતી હોય છે. નિર્ધારિત કરાયેલી માર્ગદર્શિકાથી વધુ અવાજનું પર મ્યુઝીક વગાડવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. આ તેજ મ્યૂઝિકની હૃદય અને મગજ બંને પર અસર થતી હોય છે. આથી આવા લાઉડ મ્યૂઝિકથી દૂર રહેવું જોઈએ. 


Electric Vehicles Fire: ઈલેક્ટ્રિક વાહનો કેમ ભડકે બળી રહ્યા છે? તપાસમાં થયો આ ચોંકાવનારો ખુલાસો


Crime Free Village: એક એવું ગામ જ્યાં ક્યારેય કોઈ ગુનો થયો નથી!, લોકોને કેસ કરતા પણ નથી આવડતું


જુઓ હચમચાવી નાખતો Video



દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube