નવી દિલ્હીઃ પાંચ રાજ્યોનાં ચૂંટણી પરિણામમાં મધ્ય પ્રદેશ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. તાજેતરના ટ્રેન્ડ મુજબ કોંગ્રેસ 115 બેઠક સાથે જ્યારે ભાજપ 104 બેઠક સાથે સત્તા પ્રાપ્ત કરવા તરફ આગળ વધી રહી છે. રાજ્યમાં ભાજપને 41.3% વોટ મળ્યા છે, જ્યારે કોંગ્રેસને 41.2% વોટ મળેલા છે. બંને પક્ષ વચ્ચે માત્ર 0.1 ટકાનું અંતર છે એટલે હવે કિંગમેકર બીએસપી અને અપક્ષ ઉમેદવારો બની રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સમાચાર લખાય છે ત્યાં સુધી કોંગ્રેસ 116 બેઠક સાથે આગળ અને ભાજપ 103 બેઠક સાથે પાછળ ચાલી રહી છે. સરકાર બનાવવાનો જાદુઈ આંકડો 116 સીટનો છે. રાજ્યમાં બીએસપી અને અપક્ષ બંને 4-4 બેઠક પર આગળ ચાલી રહ્યા છે. આ ઉપરાંત, સમાજવાદી પાર્ટી, બહુજન સંઘર્ષ પાર્ટી અને ગોંડવાના ગણતંત્ર પાર્ટીના પણ 1-1 ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. 


છત્તીસગઢ ચૂંટણી પરિણામ Live: રાજ્યમાં 15 વર્ષ બાદ ભાજપનો સફાયો, કોંગ્રેસને મળી સ્પષ્ટ બહુમતી


આગળ ચાલી રહેલા અપક્ષ ઉમેદવાર
મધ્યપ્રદેશમાં હવે એક વાત નક્કી બની ગઈ છે કે અપક્ષ અને BSP નક્કી કરશે કે સરકાર કોની બનશે. આગળ ચાલી રહેલા ઉમેદવારોમાં અંબાહ બેઠખ પર નેહા કિન્નર છે. નેહા કિન્નર અપક્ષ ઉમેદવાર છે અને તે કોંગ્રેસના ઉમેદવારની સરખામણીએ લગભગ 1100 વોટથી આગળ ચાલી રહી છે. આ ઉપરાંત, બુહરાનપુરથી અપક્ષ ઉમેદવાર ઠાકુર સુરેન્દ્ર સિંહ નવલ સિંહે ભાજપના ઉમેદવાર પર નિર્ણાયક લીડ મેળવેલી છે. તેઓ 15,000 વોટથી આગળ ચાલી રહ્યા છે. 


Telangana Election Result LIVE : તેલંગણા ચૂંટણી પરિણામ 2018, જુઓ લાઇવ


ભગવાનપુરા બેઠક પર અપક્ષ ઉમેદવાર કેદાર ડાવર ભાજપના ઉમેદવારથી 10,000 વોટ આગળ ચાલી રહ્યા છે. સરકાર બનાવવામાં આ બધા જ ઉમેદવારોની ભૂમિકા મહત્વની સાબિત થઈ શકે છે. કેમ કે આ લોકો કોઈ પણ પક્ષને સમર્થન આપવા માટે સ્વતંત્ર છે. 


Mizoram Election Result LIVE : મિઝોરમ ચૂંટણી પરિણામ 2018, જુઓ લાઇવ


આગળ ચાલી રહેલા BSPના ઉમેદવાર
રાજ્યમાં BSP ચાર બેઠક પર આગળ ચાલી રહી છે. દેવતાલાબ બેઠક પર બીએસરીના સીમા સિંહ ભાજપના ઉમેદવારની સરખામણીએ 129 વોટથી આગળ ચાલી રહ્યાં છે. મેહગાંવથી બીએસપીના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવારથી 494 વોટથી આગળ ચાલી રહ્યા છે. રામપુર બધેલન બેઠક પર બીએસપીના રામલખન સિંહ પટેલ 2,744 વોટથી આગળ છે. સબલગઢમાં પક્ષના લાલ સિંહ કેવટ 3,878 વોટથી આગળ ચાલી રહ્યા છે. 


Rajasthan election Result Live: રાજસ્થાન ચૂંટણી પરિણામ જુઓ લાઇવ


અન્ય પક્ષો
અમરવાડાથી ગોંડવાના ગણતંત્ર પાર્ટીના મનમોહન શાહ 3,980 અને બૈજાવર બેઠક પરથી સમાજવાદી પાર્ટીના રમેશ  કુમાર 20,500 વોટથી આગળ ચાલી રહ્યા છે. 


કોંગ્રેસ અને ભાજપ વચ્ચે અનેક બેઠખ પર અત્યંત નજીકની સ્પર્ધા ચાલી રહી છે. આ જ કારણે ટ્રેન્ડમાં ક્યારેક ભાજપ આગળ નીકળે છે તો ક્યારેક કોંગ્રેસ આગળ નીકળી રહી છે. તેના કારણે જ મધ્યપ્રદેશમાં ચૂંટણી પરિણામ ઉપર સૌની નજર ટકેલી છે અને સાથે જ સસ્પેન્સ પણ બનેલું છે. 


ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સાંજે 5 કલાક પછી સ્થિતિ વધુ સ્પષ્ટ બનશે. મોટાભાગના મતકેન્દ્રો પર મતગણતરી પૂર્ણ થઈ ગયા બાદ જ ઈલેક્શન પંચ પણ કંઈ પણ કહેવાની સ્થિતિમાં હશે.