મદુરૈ : મદ્રાસ હાઇકોર્ટે અભિનેતાથી નેતા બનેલા કમલ હાસનને તેમની હિંદુ કટ્ટરવાદી ટિપ્પણી મુદ્દે સોમવારે ઝાટકણી કાઢી અને કહ્યું કે ગુનેગારની ઓળખ તેના ધર્મ, જાતી અથવા લિંગના આધારે નિશ્ચિત રીતે લોકોની વચ્ચે ધૃણાના બિજ રોપવા સમાન છે. મદુરૈ પીઠના ન્યાયમુર્તિએ હાલની જ એક ચૂંટણી રેલીમાં કમલ હાસનની તરફથી કરાયેલી વિવાદિત ટિપ્પણી મુદ્દે દાખલ કેસમાં તેમને આગોતરા જામીન આપતા કહ્યું કે ઘૃણીત ભાષણ આપવું આજકાલ સામાન્ય થઇ ચુક્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એશ્વર્યાનું MEME શેર કરીને ફસાયો વિવેક ઓબરોય, મહિલા પંચે નોટિસ ફટકારી

મક્કલ નીધિ મય્યમ (MNM) ના સંસ્થાપક હાસનને અરાવાકુરીચિમાં કરવામાં આવેલી ટિપ્પણી મુદ્દે દાખલ કેસની ધરપકડની ાશંકા હતી. તેમણે કહ્યું હતું કે સ્વતંત્ર ભારતનો પહેલો કટ્ટરવાદી હિંદુ હતો. તેમણે મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરનારા નાથુરામ ગોડસેના સંદર્ભમાં આ વાત કહી હતી. આ મુદ્દો હિન્દુ મુન્નાનીની ફરિયાદ પર નોંધાઇ છે. હાસનની ટિપ્પણીએ વિવાદ પેદા કરી દીધો હતો અને ભાજપ, રાજ્યમાં સત્તાપક્ષ અન્નાદ્રમુક તથા હિંદુ સંગઠનોએ તેની ટીકા કરી હતી. તેની વિરુદ્ધ તમિલનાડુ અને નવી દિલ્હીમાં કેસ દાખલ થયા હતા. 


સિદ્ધુ પાસે હવે ઇમરાન ખાનની પાર્ટી જોઇન કર્યા સિવાય કોઇ વિકલ્પ નહી: અનિલ વિજનો વ્યંગ
પોલના પરિણામો પટ'નાયક' બદલ્યા, સરકાર બનાવવામાં NDAનો સાથ આપી શકે છે
ન્યાયાધીશે પ્રચાર ભાષણમાં આ મુદ્દો ઉઠાવ્યો અંગે હાસનની ભુલની તરફ ઇશારો કરતા કહ્યું કે, એક ચિંગારીથી રોશની થઇ શકે છે સાથે સંમગ્ર જંગલ રાખ તઇ શકે છે. ન્યાયાધીશે પોતાનાં આદેશમાં કહ્યું કે, ચૂંટણી સભામાં જનતા સભા માટે જરૂરી હતુ કે સામાન્ય લોકોના ઉત્થાન માટે રચનાત્મક સમાધાનો આપવામાં આવે ન કે ઘૃણા પેદા થાય તેવા. તેમણે કહ્યું કે, દેશ પહેલાથી જ જાહેર ભાષણોનાં કારણે પેદા થતી સમસ્યા સહી રહ્યો છે. જજે ખેદ વ્યક્ત કરતા કહ્યું કે ન્યાયાધીશે આ વાત અંગે ખેદ વ્યક્ત કર્યો કે અરજદાર પોતાનાં પક્ષ પર યથાવત્ત છે કે તેણે જે કાંઇ પણ કહ્યું તે ઐતિહાસિક ઘઠના સંદર્ભે હતું.