Kumbh Mela 2025: વર્ષનો સૌથી મોટો ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમ પ્રયાગરાજ મહાકુંભ શરૂ થવામાં હવે માત્ર 12 દિવસ બાકી છે. આ પહેલા મહાકુંભને લઈને સતત આતંકવાદી ધમકીઓ મળી રહી છે. આ વખતે મહાકુંભ દરમિયાન હિન્દુઓ પર હુમલાની ધમકી આપવામાં આવી છે. ધમકી આપનાર વ્યક્તિનું નામ નસર પઠાણ છે. કોણ છે આ પઠાણ અને તેને પાઠ ભણાવવા માટે યોગી ફોર્સની શું તૈયારીઓ છે. અમે તમને અમારા EXCLUSIVE રિપોર્ટમાં જણાવીએ રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ છે ધમકી આપનાર નસર પઠાણ?
વિશ્વભરના કરોડો સનાતનીઓના આસ્થાના પ્રતિક પ્રયાગરાજનો મહાકુંભ હવે આતંકવાદી તત્વોના ટારગેટ બની ગયો છે અને આ આતંકવાદી ખતરાનો સૌથી મોટો પુરાવો યુપી પોલીસની FIR છે. પોલીસ FIRમાં નસર પઠાણના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટનો સ્ક્રીનશોટ છે, જેના પર નાસર પઠાણે લખ્યું છે કે, 'હિન્દુઓ તમારા બધાના માથા કાપી નાખીશ... તમારા લોકોનો કુંભ મેળો આવી રહ્યો છેને... તેમાં જોજો ઓછામાં ઓછા એક હજાર માથા કપાયેલા હશે... આટલો મોટો બ્લાસ્ટ થશે.'


રોજ કરો માત્ર 20 રૂપિયાનું રોકાણ, 20 વર્ષમાં થઈ જશે 34 લાખ; જાણી લો નહીં તો પછતાશો


આ ધમકી જે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આપવામાં આવી છે તેની યુઝર આઈડી નસર કટ્ટર મિયાં છે. આ ધમકી બાદ યુપી પોલીસે તરત જ FIR નોંધી અને કુંભની ધમકી આપનાર નસર પઠાણની ધરપકડ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.


આ પહેલા પણ મળી ચૂકી છે મહાકુંભને લઈને ધમકી
આ પહેલીવાર નથી કે જ્યારે મહાકુંભને લઈને આતંકવાદી ધમકી મળી હોય. આ પહેલા ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ પણ કુંભ પર હુમલાની ધમકી આપી હતી, ત્યારબાદ મહાકુંભની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. ગયા અઠવાડિયે એવા અહેવાલો પણ આવ્યા હતા કે આતંકવાદીઓ ભગવા પહેરીને અથવા અઘોરીના વેશમાં મહાકુંભમાં પ્રવેશ કરી શકે છે અને કોઈ મોટો ગુનો કરી શકે છે. એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી કે, કુંભ દરમિયાન રેલ જેહાદ કરવામાં આવી શકે છે, એટલે કે રેલ માર્ગે આવતા શ્રદ્ધાળુઓને નિશાન બનાવવામાં આવી શકે છે.


તાજી રોટલી કરતા પણ વધુ હેલ્ધી નાસ્તો છે વાસી રોટલી,ખરાબ સમજીને ફેંકી દેતા પહેલા જાણો


પાઠ ભણાવવા માટે યોગી ફોર્સની શું તૈયારી છે?
આ કારણોસર યોગી સરકારે TERROR THREAT એટલે કે આતંકી ખતરાને લઈને અલગ સુરક્ષા વ્યવસ્થા કરી છે. જેથી કુંભમાં કોઈપણ પ્રકારની શંકાસ્પદ ઘૂસણખોરી અટકાવી શકાય. મહાકુંભ એ ભારતીય અને સનાતની સંસ્કૃતિનું પ્રતિક છે. આ જ કારણ છે કે આતંકવાદીઓ આ ઈવેન્ટને નિશાન બનાવવા માંગે છે, પરંતુ યોગી આદિત્યનાથે પણ નક્કી કર્યું છે કે મહાકુંભના ઈવેન્ટન પર આતંકવાદની ખરાબ નજરમાં પડવા દેવામાં નહીં આવે.


કુંભ પર એક પછી એક આતંકવાદી ધમકીઓ બાદ યોગી આદિત્યનાથે કુંભની સુરક્ષામાં વધુ એક કવચ ઉમેર્યું છે, જેને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથેનો કેમેરા કહેવામાં આવી રહ્યો છે.