ચેન્નઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2019ની લોકસભા ચૂંટણી માટે બનાવવામાં આવેલા મહાગઠબંધન પર રવિવારે પ્રહાર કરતા જણાવ્યું કે, વિવિધ રાજકીય પક્ષોએનું 'અંગત અસ્તિત્વ' ટકાવી રાખવા માટે કરાયેલું આ 'નાપાક ગઠબંધન' છે. મોદીએ તમિલનાડુમાં ચેન્નઈ મધ્ય, ચેન્નઈ ઉત્તર, મદુરઈ, તિરુચિરાપલ્લી અને તિરુવલ્લુર ચૂંટણી ક્ષેત્રોનાં ભાજપનાં બૂથ કાર્યકર્તાઓ સાથે વીડિયો સંબોધન દ્વારા જણાવ્યું કે, 'ધનાઢ્ય વંશો'ના એક નિરર્થક ગઠબંધનને જૂઓ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડા પ્રધાને જણાવ્યું કે, મહાગઠબંધનના મુખ્ય ઘટક તેલુગુ દેશન પાર્ટીનું ગઠન કોંગ્રેસના દબાણને કારણે દિવંગત મુખ્યમંત્રી એન.ટી. રામારાવે કર્યું હતું, પરંતુ તે હવે કોંગ્રેસ સાથે હાથ મિલાવવા તૈયાર છે. પીએમ મોદીએ જણાવ્યું કે, મહાગઠબંધનમાં કેટલીક પાર્ટીઓએ સમાજવાદી નેતા રામમનોહર લોહિયાથી પ્રેરિત હોવાનો દાવો કર્યો છે, પરંતુ તેઓ (લોહિયા પોતે) કોંગ્રેસની વિચારધારાના વિરોધી હતા. 


2019ની ચૂંટણી જાતિવાદ-તુષ્ટિકરણની રાજનીતિ કરનારાની અંતિમ વિદાયની ચૂંટણીઃ અમિત શાહ


તેમણે જણાવ્યું કે, આજે અનેક લોકો મહાગઠબંધનની વાત કરી રહ્યા છે. ગઠબંધન અંગિત અસ્તિત્વ બચાવવા માટે છે અને વિચારધારા આધારિત સમર્થન નથી. ગઠબંધન સત્તા માટે છે, પ્રજા માટે નથી. આ ગઠબંધન વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓ માટે છે, લોકોની અપેક્ષાઓ માટે નથી. પીએમે જણાવ્યું કે, ગઠબંધનના અનેક પક્ષોઓ અને નેતાઓએ જણાવ્યું છે કે તેઓ લોહિયાથી પ્રેરિત છે, કે જેઓ પોતે કોંગ્રેસ વિરોધી હતા. 


ભાજપના નેતાએ RBIના ગવર્નર પર લગાવ્યો ભ્રષ્ટાચારના આરોપ, કહ્યું- તેમની નિમણૂંક ચોંકાવનારી


તેમણે કોઈનું નામ લીધા વગર નિશાન તાક્યું કે, ગઠબંધનના અનેક નેતાઓની કટોકટી દરમિયાન ધરપકડ કરાઈ હતી અને હેરાન કરાયા હતા. તેમણે એમ.જી. રામચંદ્રનની અન્નાદ્રમુક સરકારને 1980માં પાડી દેવાનો પણ ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે, રામચંદ્રનને એ સમયે લોકોનું સમર્થન મળેલું હતું. 


ભારતના સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો...