મહારાષ્ટ્ર: સુપ્રીમના ચુકાદા પહેલાં ટ્રાઇડેંટ હોટલ પહોંચ્યા અજિત પવાર, ભૂપેંદ્વ યાદવ હોટલમાં જોવા મળ્યા
આજે મહારાષ્ટ્ર (Maharashtra)ના રાજકારણમાં મહત્વપૂર્ણ દિવસ છે. રાજ્યમાં ફ્લોર ટેસ્ટને લઇને આજે સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા સંભળાવવામાં આવનાર ચુકાદા પહેલાં એનસીપી નેતા અને રાજ્યના ઉપમુખ્યમંત્રી અજીત પવાર ચર્ચગેટ સ્થિત પોતાના ઘરેથી સવારે નિકળતા જોવા મળ્યા હતા.
નવી દિલ્હી: આજે મહારાષ્ટ્ર (Maharashtra)ના રાજકારણમાં મહત્વપૂર્ણ દિવસ છે. રાજ્યમાં ફ્લોર ટેસ્ટને લઇને આજે સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા સંભળાવવામાં આવનાર ચુકાદા પહેલાં એનસીપી નેતા અને રાજ્યના ઉપમુખ્યમંત્રી અજીત પવાર ચર્ચગેટ સ્થિત પોતાના ઘરેથી સવારે નિકળતા જોવા મળ્યા હતા. ત્યાંથી તે ટ્રાઇડેંટ હોટલ ગયા. આ હોટલમાં પહેલાંથી જ ભાજપ દ્વારા મહરાષ્ટ્રના પ્રભારી ભૂપેંદ્વ યાદવ હાજર હતા.
અજિત પવારે આ 2 બિંદુઓ પર હજુપણ જીતી શકે છે, આમ થયું તો શરદ પવારને આપશે ધોબીપછાડ!
જાણકારી અનુસાર સવારે અજીત પવાર ટ્રાઇડેંટ હોતલ માટે પોતાના ઘરેથી નિકળ્યા. આ પહેલાં થોડા સમય બાદ ટ્રાઇડેંટ હોટલની અંદરથી આવેલા ફોટામાં ભાજપના મહારાષ્ટ્રના પ્રભારી ભૂપેંદ્વ યાદવ થોડા સમય પહેલાં નાસ્તો કરી રહ્યા હતા. આ બંને વચ્ચે કોઇ મીંટીંગ થઇ છે કે નહી તે અંગે કોઇ જાણકારી મળી શકી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહારાષ્ટ્ર પર ચૂકાદો મંગળવારે સવારે 10:30 વાગે સંભળાવશે. કોર્ટમાં સરકાર દ્વારા સોલિસિટર તુષાર મહેતા રજૂ થયા. તેમણે કોર્ટને કહ્યું કે તે ભાજપને એનસીપી (NCP) દ્વારા આપવામાં આવેલો સમર્થન પત્ર લઇને આવ્યા છે. જેના આધાર પર રાજ્યપાલે નિર્ણય કર્યો.
મહારાષ્ટ્રના રાજકીય સંગ્રામ પર SC આજે કરશે સુનવણી, દેશભરની રહેશે નજર
તુષાર મહેતાએ કહ્યું કે પત્રમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે અજિત પવારે એનસીપીના 54 ધારાસભ્યોના સમર્થનવાળો પત્ર હસ્તાક્ષર સાથે રાજ્યપાલને સોંપ્યો હતો. તેમણે આગળ કહ્યું 'અજીત પવાર દ્વારા 22 નવેમ્બરના રોજ એક પત્ર બાદ જ દેવેદ્વ ફડણવીસે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો, આ સાથે જ પત્રમાં 11 અપક્ષ અને અન્ય ધારાસભ્યોના સમર્થન પત્ર પણ સંલગ્ન હતા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube