ભાજપ, શિવસેના વચ્ચે નિતિન ગડકરી શકે છે મધ્યસ્થતા, શરદ પવાર ખોલશે પત્તા
મહારાષ્ટ્ર ચાલી રહેલી રાજકીય ગરમાગરમી વચ્ચે આગામી 24 કલાક ખૂબ મહત્વપૂર્ણ સાબિત થવા જઇ રહ્યા છે. ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલા ગતિરોધ વચ્ચે ગત રાતે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી. ત્યારબાદથી અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા કે શિવસેના-ભાજપ વચ્ચે કડવાશને ઓછી કરવા માટે કેંદ્વીય મંત્રી અને ભાજપ નેતા નીતિન ગડકરી મધ્યસ્થતા કરી શકે છે.
મુંબઇ: મહારાષ્ટ્ર ચાલી રહેલી રાજકીય ગરમાગરમી વચ્ચે આગામી 24 કલાક ખૂબ મહત્વપૂર્ણ સાબિત થવા જઇ રહ્યા છે. ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલા ગતિરોધ વચ્ચે ગત રાતે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી. ત્યારબાદથી અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા કે શિવસેના-ભાજપ વચ્ચે કડવાશને ઓછી કરવા માટે કેંદ્વીય મંત્રી અને ભાજપ નેતા નીતિન ગડકરી મધ્યસ્થતા કરી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગડકરી શિવસેના મુખિયા ઉદ્ધવ ઠાકરે સાથે નવા ફોર્મૂલા પર ચર્ચા કરી શકે છે. તેના હેઠળ એક વાત સામે આવી છે કે હવે સરકાર બનાવવાને લઇને પણ કોઇરૂપમાં પોતાની ભૂમિકા ભજવી શકે છે. જોકે તે પહેલાં ભાજપ નેતાઓના નજીકના અને શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના સલાહકાર કિશોર તિવારીએ આ મુદ્દે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતને પત્ર લખીને દરમિયાન કરવાની માંગ કરી હતી. એકદમ પ્રાથમિકતાવાળા આ પત્રમાં તિવારીએ સંઘ પ્રમુખને આગ્રહ કર્યો હતો કે તે સરકાર ગઠનને લઇને કેંદ્વીય મંત્રી નિતિન ગડકરી સાથે મધ્યસ્થતા કરાવે જેથી ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલા વિવાદની સામાન્ય સહમતિ વડે સોલ્વ કરી શકાય છે.
મહારાષ્ટ્ર કોકડું : શિવસેનાના 48 કલાકના અલ્ટીમેટમ પર ભાજપે આપી કંઈક આવી પ્રતિક્રિયા
શરદ પવારની મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફ્રેસ
આ દરમિયાન એનસીપી અધ્યક્ષ શરદ પવાર આજે બપોરના સમયે પ્રેસ કોન્ફ્રેસ કરશે. શરદ પવાર દિલ્હીમાં સોનિયા ગાંધી સાથે મળીને પરત ફર્યા છે. આ પ્રેસ કોન્ફ્રેસમાં શરદ પવાર મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઇને ઉહાપોહ થતાં પોતાના પત્તા ખોલી શકે છે.
હાલ ભાજપની શિવસેનાની માંગ અથવા પ્રપોજલની રાહ જોઇ રહ્યા છે. ભાજપનું કહેવું છે કે તે ત્યારબાદ કોઇ પગલું ભરવા માંગે છે. બીજી તરફ શિવસેનાનું કહેવું છે કે જે પહેલાંથી નક્કી હતું તે અનુસાર સરકાર બનાવવામાં આવે. એવામાં બંને પાર્ટીઓ વચ્ચે ગતિરોધની સ્થિતિ બનેલી છે.
મહારાષ્ટ્ર: શિવસેના સાથે મળીને સરકાર બનાવવામાં NCPને તો કોઈ સમસ્યા નથી, પણ કોંગ્રેસ દુવિધામાં
શિવસેનાનો પ્લાન-B
આ દરમિયાન શિવસેના પોતાના જૂના વલણ પર યથાવત છે. શિવસેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ સાથે વાત બનતી નથી તો પ્લાન બીને અમલમાં લાવવાનું કામ શરૂ કરવામાં આવશે. પ્લાન B હેઠળ શિવસેના અને એનસીપી સરકારમાં સામેલ થઇ શકે છે અને કોંગ્રેસનું બહારથી સમર્થન લઇ શકે છે. તેનાથી શિવસેના-એનસીપી-કોંગ્રેસની સરકાર બનશે અને 145 ધારાસભ્યોનો બહુમતનો અપેક્ષિત આંકડો પણ સરળતાથી મળી જશે. શિવસેનાના મોટા નેતાનો દાવો છે કે હવે પ્લાન-B અમારો પ્લાન-A બની ચૂક્યો છે. અમારી બધા સાથે વાતચીત થઇ ચૂકી છે.
મહારાષ્ટ્ર: એકલા હાથે સરકાર બનાવવાનો દાવો રજુ નહીં કરે ભાજપ, કોર કમિટીની બેઠક
શિવસેનાને રંજ
સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમ પદની વહેચણી સાથે-સાથે શિવસેના એ વાતથી પણ નારાજ છે કે અત્યાર સુધી ભાજપના કોઇ મોટા નેતાનો આદિત્ય ઠાકરેની જીત પર શુભેચ્છા માટે ફોન પણ આવ્યો નથી. સીએમે પરિણામના દિવસે ફક્ત પ્રેસ કોન્ફ્રેસનો ટાઇમ બદલવાની વાત કરી હતી. શિવસેનાને આશા હતી કે ઠાકરે પરિવારના પ્રથમ વ્યક્તિ દ્વારા ચૂંટણી જીતતા ગઠબંધનના નેતા શુભેચ્છા પાઠવશે પરંતુ એવું થયું નહી.
શિવસેનાને દુખ છે કે જ્યારે પીએઅ મોદી અને અમિત શાહનું ઉમેદવારી ફોર્મ ભરવાનું હતું ત્યારે ઉદ્ધવ ઠાકરે પોતે સમયસર પહોંચ્યા હતા. તેમછતાં ભાજપનો આ વ્યવહાર શિવસેનાને ગમ્યો નહી. સૂત્રોના જણાવ્યા અનુસાર એકતરફ જ્યાં ભાજપનો એવો વ્યવહાર હતો તો બીજી તરફ પવાર પરિવાર દ્વારા આદિત્યની જીત પર શુભેચ્છા પાઠવી હતી.