મહારાષ્ટ્ર કોકડું : શિવસેનાના 48 કલાકના અલ્ટીમેટમ પર ભાજપે આપી કંઈક આવી પ્રતિક્રિયા

મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે કહ્યું છે કે, તેમને અત્યાર સુધી સરકારની રચના અંગે શિવસેના તરફથી કોઈ પ્રસ્તાવ મળ્યો નથી. પાટિલે કહ્યું કે, "અમે રાહ જોઈ રહ્યા છીએ અને અમારા દરવાજા તેમના માટે 24 કલાક ખુલ્લા છે. અમે વહેલામાં વહેલી તકે 'મહાયુતી' સરકાર બનાવીશું."

Updated By: Nov 5, 2019, 08:50 PM IST
મહારાષ્ટ્ર કોકડું : શિવસેનાના 48 કલાકના અલ્ટીમેટમ પર ભાજપે આપી કંઈક આવી પ્રતિક્રિયા

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગે કોકડું હજુ પણ ગુંચવાયેલું છે. શિવસેનાએ ભાજપને 48 કલાકનું અલ્ટીમેટમ આપતા જણાવ્યું છે કે, જો એ દરમિયાન જવાબ નહીં આવે તો તેનો પ્લાન-B તૈયાર છે. જેના જવાબમાં ભાજપના મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી સુધીર મુનગંટીવારે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી તો દેવેન્દ્ર ફડણવીસ જ બનશે અને ભાજપ ટૂંક સમયમાં સરકાર બનાવશે. હવે શવિસેનાએ નક્કી કરવાનું છે કે તે સરકાર બનાવવા ક્યારે પગલું ભરે છે. 

આ બાજુ, મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે કહ્યું છે કે, તેમને અત્યાર સુધી સરકારની રચના અંગે શિવસેના તરફથી કોઈ પ્રસ્તાવ મળ્યો નથી. પાટિલે કહ્યું કે, "અમે રાહ જોઈ રહ્યા છીએ અને અમારા દરવાજા તેમના માટે 24 કલાક ખુલ્લા છે. અમે વહેલામાં વહેલી તકે 'મહાયુતી' સરકાર બનાવીશું."

મંગળવારે ભાજપની કોર કમિટીની બેઠક પછી મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, "નિવર્તમાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં શિવસેના અને અન્ય સાથી પક્ષો સાથે મળીને ભાજપની આગેવાનીવાળી સરકાર શપથ લેશે." દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં અનેક મંત્રીઓ અને ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. 

મહારાષ્ટ્રઃ શિવસેનાએ BJPને આપ્યું 48 કલાકનું અલ્ટીમેટમ, પાર્ટીનો પ્લાન-B તૈયાર

શિવસેનાનો પ્લાન-B
પ્લાન-B અંતર્ગત શિવસેના અને એનસીપી ભેગામળીને સરકાર બનાવી શકે છે અને કોંગ્રેસનો બહારથી ટેકો લઈ શકે છે. આ રીતે શિવસેના-એનસીપી-કોંગ્રેસની સરકાર બનશે અને 145 ધારાસભ્યોના બહુમતનો અપેક્ષિત આંકડો પણ સરળતાથી પાર થઈ જશે. શિવસેનાના એક મોટા નેતાનો દાવો છે કે, હવે પ્લાન-B અમારો પ્લાન-A બની ગયો છે. બધાની સાથે અમારી વાટાઘાટો થઈ ચૂકી છે. 

મહારાષ્ટ્ર: એકલા હાથે સરકાર બનાવવાનો દાવો રજુ નહીં કરે ભાજપ, કોર કમિટીની બેઠક

ભાજપ એકલા દાવો નહીં કરે
આ બાજુ સુત્રો અુસાર ભાજપ લઘુમતીમાં એકલા સરકાર બનાવાનો દાવો રજુ નહીં કરે. ભાજપના સૂત્રો અનુસાર શવિસેના દ્વારા ટેકો આપવાની સ્થિતિ સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધી ભાજપ જાતે દાવો રજુ નહીં કરે. મહારાષ્ટ્ર ભાજપને શિવસેનાના પગલાં પર નજર રાખવા અને વેઈન્ટ એન્ડ વોચની રણનીતિ અપનાવવા માટે હાઈકમાન્ડ તરફથી સુચના અપાઈ છે.

મહારાષ્ટ્ર: શિવસેના સાથે મળીને સરકાર બનાવવામાં NCPને તો કોઈ સમસ્યા નથી, પણ કોંગ્રેસ દુવિધામાં

રાજ્યપાલને મળ્યા એનસીપી અને કોંગ્રેસના નેતા
રાજ્યમાં પડેલા દુષ્કાળ મુદ્દે ચર્ચા કરવા માટે કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીને મંગળવારે મળ્યા હતા. રાજ્યપાલ સાથે મુલાકાત પછી અજિત પવારે જણાવ્યું કે, દુષ્કાળ પ્રભાવિત ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ.50 હજારનું વળતર મળવું જોઈએ. ખેડૂતોની આત્મહત્યાની ઘટનાઓ વધી છે, જે સરકારની નિષ્ફળતા દર્શાવે છે. અમારી પાસે પુરતું સંખ્યા બળ નથી એટલે સરકારની રચના અંગે રાજ્યપાલ સાથે ચર્ચા કરવાનો કોઈ સવાલ જ પેદા થતો નથી.  

ઉલ્લેખનીય છે કે, આજે સવારે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના સલાહકાર કિશોર તિવારીએ આ અંગે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતને પત્ર લખીને હસ્તક્ષેપ કરવાની માગણી કરી છે. ટોપ પ્રાયોરિટીવાળા આ પત્રમાં તિવારીએ સંઘ પ્રમુખને આગ્રહ કર્યો છે કે તેઓ સરકાર બનાવવાને લઈને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પાસે મધ્યસ્થતા કરાવે. જેથી કરીને ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલા વિવાદનો સહમતિથી ઉકેલ આવી શકે. 

જુઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....