મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ 2019 : ભાજપનું `સાવરકર કાર્ડ` ફેલ થઈ ગયું- મોઈલી
ભાજપે મહારાષ્ટ્રમાં પોતાના ચૂંટણી ઘોષણા પત્રમાં સાવરકરને ભારત રત્ન આપવાની વાત કરી હતી. ત્યાર પછી આ મુદ્દે રાષ્ટ્રીય રાજકારણ ગરમાયું હતું અને વિવિધ નેતાઓના જાત-જાતના નિવેદન આવ્યા હતા. હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી.
નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા વીરપ્પા મોઈલીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ અંગે જણાવ્યું છે કે, ભાજપનું સાવરકર કાર્ડ ફેલ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, ભાજપે મહારાષ્ટ્રમાં પોતાના ચૂંટણી ઘોષણા પત્રમાં સાવરકરને ભારત રત્ન આપવાની વાત કરી હતી. ત્યાર પછી આ મુદ્દે રાષ્ટ્રીય રાજકારણ ગરમાયું હતું અને વિવિધ નેતાઓના જાત-જાતના નિવેદન આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી. મતદાન પછી એક્ઝીટ પોલ્સમાં ભાજપને બંપર વિજય દર્શાવાયો હતો. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધને બહુમત મેળવ્યો છે, પરંતુ ભાજપનું પ્રદર્શન સારું રહ્યું નથી. ભાજપે 2014ની ચૂંટણીમાં 122 સીટ જીતી હતી, જ્યારે અત્યારે તે 102 સીટ પર આગળ છે. તેની સાથીદાર પાર્ટી શિવસેના 57 સીટ પર આગળ છે.
મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ 2019 : શું તમે શિવસેનાનો CM બનવા દેશો? ફડણવીસનો આપ્યો જવાબ
આ રીતે ભાજપને 2014ની ચૂંટણીની સરખામણીમાં 20 સીટનું નુકસાન થયું છે અને ફડણવીસ સરકારમાં રહેલા કેટલાક મંત્રીઓ પણ હારી ગયા છે. એટલે, ભાજપે મહારાષ્ટ્રની પ્રજાને લલચાવવા માટે જે 'સાવરકર કાર્ડ' ખેલ્યું હતું તે ફેલ થઈ ગયું છે. વીરપ્પા મોઈલીએ જણાવ્યું કે, મહારાષ્ટ્રની જનતાએ ભાજપે આપેલા વચનોને ફગાવીને મતદાન કર્યું છે તે પરિણામથી સ્પષ્ટ થાય છે.
મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ 2019 : 50-50 ફોર્મ્યુલાથી નમતું નહીં ઝોખે શિવસેના- ઉદ્ધવ ઠાકરે
જુઓ LIVE TV....