મુંબઇ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 માં  (Maharashtra Assembly Elections 2019) પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra fadnavis) દુર્ઘટનાનો શિકાર બની ગયા હતા. રાયગઝ જિલ્લાના પેણમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર થતા બાલ બાલ બચ્યા છે. મહારાષ્ટ્રનાં અહેમદનગર જિલ્લામાં કર્જતની સભા ખતમ કર્યા બાદ તેઓ પેણમાં જનસભાને સંબોધિત કરવા માટે આવ્યા હતા. પેણ-બોરગાંવમાં તેમના હેલિકોપ્ટરે લેન્ડ કર્યું હતું, જો કે માટી ભીની હોવાનાં કારણે પૈડુ ફસકી ગયું. તેના કારણે હેલિકોપ્ટરનાં પાયલોટે થોડા સમય માટે કાબુ ગુમાવી દીધો હતો. જો કે સેકન્ડોમાં જ હેલિકોપ્ટરે કાબુ મેળવી લીદો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી મુલાકાત, નવી શરૂઆત: PM મોદી- જિનપિંગની મુલાકાતથી પાકિસ્તાન ગભરાયું
હેલિકોપ્ટરમાં તે સમયે મુખ્યમંત્રી ઉફરાંત તેમના પીએ, એન્જિનિયર, પાયલોટ અને કો પાયલોટ હતા. પોલીસ અધીક્ષક અનિલ પારસકરનું કહેવું છે કે મુખ્યમંત્રી સહિત તમામ લોકો સુરક્ષીત છે. આ અગાઉ ગુરૂવારે ગૃહમંત્રી અમિત શાહે પણ મહારાષ્ટ્રમાં રેલી કરી હતી. શાહે મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારનાં કાર્યોનાં આંકડાઓ ગણાવ્યા હતા. મહારાષ્ટ્રમાં 25 હજાર કરોડ સિંચાઇ, 3 હજાર કરોડ દુષ્કાળ સહાય, 13 હજાર કરોડ વડાપ્રધાન આવાસ યોજના, 7 હજાર કરોડ સ્વચ્છ ભારત, 20 હજાર કરોડ મેટ્રો, 7700 કરોડ અમૃત યોજના અને 97 હજાર કરોડ રૂપિયા અન્ય વિકાસની યોજનાઓ માટે આપવામાં આવ્યા છે. શાહે રેલીઓમાં પરિવારવાદનાં મુદ્દે પણ કોંગ્રેસ-રાંકપાને ઘેર્યા હતા. તેમણે કહ્યું કે, પરિવારવાદી પાર્ટીઓ લોકશાહીનું અને દેશનું ભલુ કરી શકે નહી, તેઓ માત્ર પોતાનાં પરિવારનું જ ભલુ કરી છે.


'મહાબલી' પુરમમાં બંન્ને રાષ્ટ્રાધ્યક્ષો ખુબ જ હળવાશનાં મુડમાં જોવા મળ્યાં
લો બોલો ! રાફેલ પુજન મુદ્દે રાજનાથ સિંહના બચાવમાં પાકિસ્તાની આર્મીનો સંદેશ
તેમણે કાશ્મીરના મુદ્દે કોંગ્રેસનાં વલણની પણ ટીકા કરી હતી. 1994 માં યુએનમાં કાશ્મીર પર ચર્ચા થવાની હતી, ત્યારના વડાપ્રધાન નરસિમ્હા રાવજીએ અટલજીને ભારત તરફથી ચર્ચા થવાની હતી, ત્યારથી વડાપ્રધાન નરસિમ્હા રાવજીએ અટલજીને ભારત તરફથી ચર્ચામાં ભાગ લેવાનો આગ્રહ કર્યો હતો. ત્યારે અટલજીના વિપક્ષનાં નેતા હોવા છતા યુએનમાં કાશ્મીરમાં ભારતનો પક્ષ રજુ કર્યો હતો. રાહુલ બાબા કેટલાક મુદ્દા એવા હોય છે જેમાં પાર્ટીથી ઉપર ઉઠીને દેશ માટે વિચારવામાં આવે છે. શાહે કહ્યું કે, અમે ભાજપના કાર્યકર્તા છીએ. અમે ચૂંટણીની જીત હારની ચિંતા નહી કરતા પરંતુ દેશહિતનું વિચારે છે. આ કારણે નરેન્દ્ર મોદીએ આ વખતે ચૂંટણી બાદ સંસદનાં પહેલા જ સત્રમાં અનુચ્છેદ 370ને ઉખાડી દીધું.


PM મોદી અને શી જિનપિંગ વચ્ચે મહાબલીપુરમમાં મુલાકાત, બંન્નેના વસ્ત્રોએ વિશ્વનું ધ્યાન ખેંચ્યું
મહારાષ્ટ્રની રાજકીય રેલીઓમાં અમિત શાહે એનઆરસી અંગે પણ ચર્ચા કરી. તેમણે કહ્યું કે, સરકાર 2024 સુધી ઘુસણખોરોને કાઢી ફેંકશે. અમે ઘુસણખોરોને કાઢવા માટે એનઆરસી લાવવા માંગીએ છીએ. જો કે કોંગ્રેસ રાંકપાવાળા વિરોધ કરી રહ્યા છીએ। તેમણે જનતાની સમક્ષ હાજર થતા કહ્યું કે, આ લોકો મત માંગવા આવ્યા તો તેમને પુછવું કે તેઓ ઘુસણખોરીને શા માટે બચાવી રહ્યા છે ? 2024 પહેલા સમગ્ર દેશમાંથી એક-એક ઘુસણખોરીને પસંદ કરી બહાર કાઢવાનું કામ મોદી સરકાર કરશે.