'મહાબલી' પુરમમાં બંન્ને રાષ્ટ્રાધ્યક્ષો ખુબ જ હળવાશનાં મુડમાં જોવા મળ્યાં

જમ્મુ કાશ્મીર અંગે તીખી નિવેદનબાજી વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત પહોંચી ચુક્યા છે, અહીં બંન્ને નેતાઓએ મુલાકાત યોજી

'મહાબલી' પુરમમાં બંન્ને રાષ્ટ્રાધ્યક્ષો ખુબ જ હળવાશનાં મુડમાં જોવા મળ્યાં

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીર અંગે તીખી નિવેદનબાજી વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત પહોંચી ચુક્યા છે. શુક્રવારે બપોરે 2 વાગ્યે શી જિનપિંગનું વિમાન ચેન્નાઇ એરપોર્ટ પર લેન્ડ થયું. ત્યાર બાદ તેઓ મહાબલીપુરમ પહોંચ્યા. ભારત-ચીન વચ્ચે આ વખતે ઇન્ફોર્મલ સમિટ તમિલનાડુના મહાબલીપુરમમાં યોજાઇ રહી છે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શી જિનપિંગ સાથે મુલાકાત યોજી. હવે બંન્ને નેતાઓ વચ્ચે ઘણા મહત્વના મુદ્દાઓ પર વાતચીત થવાની છે. ચીની રાષ્ટ્રપતિની આ મુલાકાત 48 કલાકની છે.

વડાપ્રધાન મોદીએ ચીની રાષ્ટ્રપતિને પેઇન્ટિંગ ગિફ્ટ આપી
વડાપ્રધાન મોદીએ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને નચિયારકોઇલ બ્રાંચ અન્નમ લૈંપ અને થંજાવુર સ્ટાઇલના પેઇન્ટિંગ ભેટ સ્વરૂપે આપ્યા હતા. 

વડાપ્રધાન મોદી અને ચીની રાષ્ટ્રપતિએ લોકનૃત્ય માણ્યું
મંદિર નજીક વડાપ્રધાન મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ લીધો. ત્યાર બાદ બંન્ને નેતા મંચ પર પહોંચ્યા અને કલાકારો સાથે તસ્વીર પણ પડાવી હતી. વડાપ્રધાન મોદી સાથે અનૌપચારિક મંત્રણા માટે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત પહોંચ્યા હતા. ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વિદેશ મંત્રી વાંગ યી અને સ્ટેટ કાઉન્સિલર યાંગ જીએચી સહિત 100 સભ્યોનું પ્રતિનિધિમંડળ આવ્યું છે. ચીની પ્રતિનિધિમંડલમાં સીપીસી કેન્દ્રીય કમિટી તથા રાજનીતિક બ્યૂરોનાં સભ્ય ડિંગ શુઇશિયાંગ, સ્ટેટ કાઉન્સલર યાંગ જીએચી, વિદેશ મંત્રી વાંગ યી, ચીની પીપલ્સ પોલિટીકલ કાઉન્સિલ કોન્ફરન્સનાં રાષ્ટ્રીય સમિતીના ઉપાધ્યક્ષ એચઇલાફઇંગ તથા અન્ય સભ્યોનો સમાવેશ થાય છે.

ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગના સ્વાગતમાં સાંસ્કૃતિક કાર્યક્રમ
વડાપ્રધાન મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ શુક્રવારે શોર મંદિર ગયા. બંન્ને નેતાઓ પહેલા મંદિરમાં ફર્યા અને હવે કલાક્ષેત્ર ફાઉન્ડેશનનાં વિદ્યાર્થીઓ દ્વારા શોર મંદિર નજીક આયોજીક સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ લઇ રહ્યા છે. 

શોર મંદિર પહોંચ્યા વડાપ્રધાન મોદી અને શી ચિનફિંગ
હવે બંન્ને નેતાઓ કલાક્ષેત્ર ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓ દ્વારા શોર મંદિર નજીક નૃત્ય કાર્યક્રમનો પણ આનંદ લેશે. શોર મંદિરમાં વિદેશ મંત્રી એસ.જયશંકર પ્રસાદ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર રહેશે. 

— ANI (@ANI) October 11, 2019

શોર મંદિર પહોંચ્યા વડાપ્રધાન મોદી અને ચીની રાષ્ટ્રપતિ
પંચ રથ અને અર્જુન તપસ્યા સ્થળ જોયા બાદ વડાપ્રધાન મોદી અને ચીની રાષ્ટ્રપતિ 700-728 ઇ.સ દરમિયાન સમુદ્ર નજીક નિર્મિત શોર મંદિર પહોંચી ચુક્યા છે. આ મહાબલીપુરમનું મહત્વનું તીર્થ સ્થળ છે. મંદિરમાં ત્રણ સ્થળ છે જેનાં બે ભાગ ભગવાન શિવ અને એક ભાગ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. 

વડાપ્રધાન મોદીએ શી જિનપિંગને પીવડાવ્યું નારીયેળનું પાણી
મહાબલીપુરમમાં વડાપ્રધાન મોદીએ ચીની રાષ્ટ્રપતિને કૃષ્ણને માખણનો લાડુ દેખાડ્યો હતો. સાથે જ પંચ રથ, અર્જુન તપસ્યા સ્થળ અને શોર મંદિર ફેરવ્યા હતા. હવે વડાપ્રધાન મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ નારિયેળનું પાણી પી રહ્યા છે. 

— ANI (@ANI) October 11, 2019

વડાપ્રધાન મોદીએ ચીની રાષ્ટ્રપતિને પંચ રથ ફેરવ્યા
મહાબલીપુરમમાં વડાપ્રધાન મોદીએ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને પંચ રથ, અર્જુન તપસ્યા સ્થળ અને શોર મંદિર ખાતે ફેરવ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદી ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને આ સ્થળોના મહત્વ અંગે પણ જણાવ્યું. પાંચ રથને નક્કર શીલાઓ કાપીને બનાવવામાં આવ્યું છે. અહીં તમામ અખંડ મંદિર તરીકે મુક્ત રીતે ઉભા કરવામાં આવ્યા છે. જો કે પાંચ પાંડવ ભાઇઓ યુધિષ્ઠીર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ અને દ્રોપદી ઉપરાંત ભારતીય મહાકાવ્ય મહાભારત સાથે કોઇ ઐતિહાસિક સંબંધ નથી. પંચરથની વચ્ચે એક વિશાળ હાથી અને સિંહની પ્રતિમાઓ પણ સ્થાપિત છે. 

 

— ANI (@ANI) October 11, 2019

વડાપ્રધાન મોદીએ ચીની રાષ્ટ્રપતિને પંચરથમાં ફેરવ્યા
મહાબલીપુરમમાં વડાપ્રધાન મોદીએ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને પંચ રથ, અર્જુન તપસ્યા સ્થળ અને શોર મંદિરમાં ફેરવ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદી ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને આ સ્થળોનાં મહત્વ અંગે પણ માહિતગાર કર્યા હતા. પંચ રથના નક્કર પથ્થરોની કોતરણી કરવામાં આવી છે. અહીં તમામ અખંડ મંદિરનાં સ્વરૂપમાં મુક્ત રીતે ઉભા કરવામાં આવ્યા હતા. જો કે પાંચ પાંડ ભાઇ યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ અને તેમની પત્ની દ્રોપદી ઉપરાંત ભારતીય મહાકાવ્ય મહાભારતની સાથે કોઇ ઐતિહાસિક સંબંધ નથી. પંચ રથની વચ્ચે એક વિશાળ હાથી અને સિંહની પ્રતિમાઓ પણ સ્થાપિત છે. 

— ANI (@ANI) October 11, 2019

અર્જુન તપસ્યા સ્થળની મુલાકાત
અર્જુન તપસ્યા સ્થળ મહાબલિપુરમનાં શાનદાર સ્મારકોમાંથી એક છે. અહીં અર્જુને તપસ્યાની હતી. વડાપ્રધાન મોદીએ ચીની રાષ્ટ્રપતિને તે સ્થળથી માહિતગાર કરાવ્યા. અહીં અર્જુને તપસ્યા કરી હતી. અહીં એક મોટા શિલાખંડ પર હિંદુ દેવતાઓ ઉપરાંત શિકારીઓ ઋષીઓ, જાનવરો અને અન્યનાં ચિત્રો બનાવવામાં આવ્યા છે. 
 

— ANI (@ANI) October 11, 2019

શી જિનપિંગ ચેન્નાઈ પહોંચ્યા, મહાબલીપુરમમાં PM મોદી સાથે થશે અનૌપચારિક વાતચીત
વડાપ્રધાન મોદી અને શી જિનપિંગની મુલાકાત
તમિલનાડુના મહાબલીપુરમમાં વડાપ્રધાન મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત થઇ. આ દરમિયાન વડાપ્રધાન મોદી તમિલનાડુના પરંપરાગત પોશામાં હતા. તો ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ ખુબ જ સાદા વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. 

કોંગ્રેસ કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરી રહી છે, રાહુલ ગાંધી જવાબ આપે: અમિત શાહ
મહાબલીપુરમ પહોંચ્યા વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુના મહાબલીપુરમ પહોંચી ચુક્યા છે. મહાબલીપુરમમાં વડાપ્રધાન મોદી તમિલનાડુના પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા હતા. 

— ANI (@ANI) October 11, 2019

મહાબલીપુરમ પહોંચ્યા ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ મહાબલીપુરમ પહોંચી ચુક્યા છે. વડાપ્રધાન મોદી પણ મહાબલીપુરમ પહોંચી રહ્યા છે. મહાબલીપુરમમાં વડાપ્રધાન મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત થશે. 

 

— ANI (@ANI) October 11, 2019

ચેન્નાઇ સાથે મહાબલીપુરમ માટે રવાના થયા ચીની રાષ્ટ્રપતિ
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચેન્નાઇથી મહાબલીપુરમ માટે રવાના થઇ ચુક્યા છે. આજે સાંજે પાંચ વાગ્યે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન મોદી સાથે મુલાકાત થશે.

 

 

— ANI (@ANI) October 11, 2019

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news