Maharashtra: ભાજપના 12 ધારાસભ્ય એક વર્ષ માટે સસ્પેન્ડ, હોબાળો મચાવ્યો હોવાનો આરોપ
કેબિનેટ મંત્રી નવાબ મલિકે ભાજપના ધારાસભ્યોના નામ લેતા કહ્યુ કે, આ ધારાસભ્યોએ સ્ટેજ પર જઈ પીઠાસીન અધિકારીઓની સાથે ધક્કા-મુક્કી કરી ગૃહની અંદર નેતા વિપક્ષે પોતાના સ્પીકરનું માઇક તોડ્યુ છે.
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકરના વિધાનસભા અધિવેશનના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે ભાજપના ધારાસભ્યોએ ખુબ હંગામો કર્યો છે. પ્રથમ દિવસે ગૃહની સીડીઓ પર હેસી ભાજપના નેતાઓએ નારા લગાવ્યા અને ત્યારબાદ સ્પીકરની કેબિનમાં જઈ અધિકારીઓ સાથે ધક્કા-મુક્કી કરવાનો આરોપ લાગ્યો છે.
12 ધારાસભ્યો એક વર્ષ માટે સસ્પેન્ડ
આ મામલામાં તમામ સત્તા પક્ષના મંત્રીઓ અને ધારાસભ્યોએ ભાજપના ધારાસભ્યો વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. ત્યારબાદ ભાજપના 12 ધારાસભ્યોને ગૃહમાંથી એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ભાજપને જે 12 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેના નામ આ પ્રકારે છે. સંજય કુટે, આશીષ શેલાર, અભિમન્યુ પવાર, ગિરીશ મહાજન, અતુલ ભાતખલકર, પરાગ અલવાની, હરીશ પિંપલે, રામ સાતપુતે, વિજય કુમાર રાવલ, યોગેશ સાગર, નારાયણ કુચે, કીર્તિ કુમાર બંગડિયા છે.
આ પણ વાંચોઃ ભીમા કોરેગાંવ હિંસા મામલામાં આરોપી સ્ટેન સ્વામીનું નિધન, આજે હતી જામીન અરજી પર સુનાવણી
પ્રિઝાઇડિંગ અધિકારી સાથે ગેરવર્તન
નવાબ મલિકે ભાજપના ધારાસભ્યોના નામ લેતા કહ્યુ કે, આ ધારાસભ્યોએ સ્ટેજ પર જઈ પીઠાસીન અધિકારીઓની સાથે ધક્કા-મુક્કી કરી ગૃહની અંદર નેતા વિપક્ષે પોતાના સ્પીકરનું માઇક તોડ્યુ છે. ત્યારબાદ જ્યારે હાઉસ સ્થગિત થઈ ગયુ. ત્યારે ભાજપના નેતાઓએ સ્પીકરની કેબિનમાં જઈને અધિકારીઓ સાથે 15 મિનિટ સુધી ધક્કામુક્કી કરી.
કાર્યવાહીનો વિરોધ
ભાજપના ધારાસભ્યોએ સસ્પેન્ડની કાર્યવારીનો વિરોધ કર્યો અને નારા લગાવતા ગૃહની બહાર નિકળ્યા હતા. ભાજપે ચોમાસુ સત્રની પહેલા વિરોધ પ્રદર્શનની ચેતવણી આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube