મહારાષ્ટ્રમાં જીવલેણ બની બ્લેક ફંગસ, અત્યાર સુધી 120ના મોત, સરકારે જાહેર કરી મહામારી
મહારાષ્ટ્રમાં કોરોનાથી રાહત મળી છે પરંતુ સતત વધી રહેલા મ્યુકોરમાઇકોસિસના કેસે રાજ્ય સરકારની ચિંતા વધારી દીધી છે. હવે ઉદ્ધવ સરકારે પણ આ બીમારીને મહામારી જાહેર કરી છે.
મુંબઈઃ કોરોના સંક્રમણ (Corona virus) સામે જંગ લડી રહેલા મહારાષ્ટ્રમાં હવે મ્યુકોરમાઇકોસિસ (Black Fungus) નો કહેર શરૂ થયો છે. રાજ્યમાં બ્લેક ફંગસને કારણે અત્યાર સુધી 120 લોકોના મોત થયા છે. આ બીમારીથી સૌથી વધુ પુણેમાં 27 લોકોના જીવ ગયા છે. ત્યારબાદ નાંદેડમાં 22 અને મુંબઈમાં 5 લોકોના મોત થયા છે. બ્લેક ફંગસના વધતા કેસને કારણે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે રાજ્યમાં આ બીમારીને મહામારી જાહેર કરી છે.
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યુ- હાલ પોઝિટિવિટી રેટ 12 ટકા છે અને રિકવરી રેટ 93 ટકા છે. રાજ્યમાં બ્લેક ફંગસના 2245 કેસ છે. બ્લેક ફંગસ દર્દીઓની રાજ્યની હોસ્પિટલોમાં મહાત્મા જ્યોતિબા ફુલે જન આરોગ્યા યોજના હેઠળ ફ્રી સારવાર કરવામાં આવશે.
આ જિલ્લામાં બંધ હોમ આઈસોલેશન
મહારાષ્ટ્રના હજુ પણ એવા ઘણા જિલ્લા છે જે કોરોના મહામારીને કારણે રેડ ઝોનમાં છે. અહીં હજુ પણ કોરોનાનો ખતરો યથાવત છે. આ જિલ્લામાં પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ છે. તેમાં કોલ્હાપુર, સાંગલી, સાતારા, યવતમાલ, અમરાવતી, રત્નાગિરી, સિંધુદુર્ગ, સોલાપુર, અકોલા, બુલઢાણા, વાશિમ, ગડચિરોલી, અહમદનગર અને ઉસ્માનાબાદ જેવા જિલ્લા સામેલ છે.
આ પણ વાંચોઃ કોંગ્રેસની સીનાજોરી, ટ્વિટરને લખ્યો પત્ર, આ 11 કેન્દ્રીય મંત્રી વિરુદ્ધ કાર્યવાહીની કરી માગણી
ઘટી રહ્યાં છે કોરોના કેસ
મહારાષ્ટ્રમાં લાગૂ કરવામાં આવેલા આંશિક લૉકડાઉનને કારણે હવે રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. તેની સીધી અસર હવે દેશની આર્થિક રાજધાની મુંબઈ અને રાજ્યની અન્ય હોસ્પિટલો પર પણ પડી છે. હોસ્પિટલમાં દર્દીઓ ધીમે-ધીમે ઘટી રહ્યાં છે અને અન્ય દર્દીઓ માટે બેડ ઉપલબ્ધ થઈ રહ્યાં છે.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube