Toolkit Case: કોંગ્રેસે ટ્વિટરને લખ્યો પત્ર, કેન્દ્ર સરકારના 11 મંત્રી વિરુદ્ધ કાર્યવાહીની કરી માગણી

કોંગ્રેસે ટ્વિટરને પત્ર લખીને કેન્દ્ર સરકારના 11 મંત્રીઓ વિરુદ્ધ મેનીપ્યુલેટેડ મીડિયા (Manipulated Media) નો ટેગ લગાવવાની માગણી કરી છે. કોંગ્રેસે ટૂલકિટ કેસમાં આ તમામ મંત્રીઓની ટ્વીટને ટ્વિટરના લીગલ ડિપાર્ટમેન્ટને મોકલી કાર્યવાહીની માગણી કરી છે. 

 Toolkit Case: કોંગ્રેસે ટ્વિટરને લખ્યો પત્ર, કેન્દ્ર સરકારના 11 મંત્રી વિરુદ્ધ કાર્યવાહીની કરી માગણી

નવી દિલ્હી: કોંગ્રેસે ટ્વિટરને પત્ર લખીને કેન્દ્ર સરકારના 11 મંત્રીઓ વિરુદ્ધ મેનીપ્યુલેટેડ મીડિયા (Manipulated Media) નો ટેગ લગાવવાની માગણી કરી છે. કોંગ્રેસે ટૂલકિટ કેસમાં આ તમામ મંત્રીઓની ટ્વીટને ટ્વિટરના લીગલ ડિપાર્ટમેન્ટને મોકલી કાર્યવાહીની માગણી કરી છે. 

કોંગ્રેસની યાદીમાં આ 11 મંત્રીઓના નામ સામેલ 
કોંગ્રેસ પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીના જે મંત્રીઓની યાદી ટ્વિટરને મોકલી છે તેમાં પિયુષ ગોયલ, ગિરિરાજ સિંહ, સ્મૃતિ ઈરાની, રવિ શંકર પ્રસાદ, પ્રહ્લાદ જોશી. ધર્મેન્દ્ર પ્રધાન, રમેશ પોખરિયાલ નિશંક, થાવરચંદ ગેહલોત, ડો.હર્ષવર્ધન, મુખ્તાર અબ્બાસ નકવી અને ગજેન્દ્ર સિંહ શેખાવતના નામ સામેલ છે. 

ટૂલકિટ કેસમાં તપાસ માટે ટ્વિટરની ઓફિસ પહોંચી હતી પોલીસ
ટૂલકિટ મામલે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની તપાસ ટીમ સોમવારે મોડી સાંજે ટ્વિટર ઈન્ડિયાની બે ઓફિસ પર તપાસ અને પૂછપરછ માટે પહોંચી હતી. પરંતુ પોલીસની ટીમે ત્યાંથી ખાલી હાથે પાછા ફરવું પડ્યું અને અહીં પોલીસને કોઈ મળ્યું નહીં. 

દિલ્હી પોલીસ કેમ ટ્વિટર ઈન્ડિયાના ઓફિસ પહોંચી?
દિલ્હી પોલીસના PRO ચિન્મય બિસ્વાલે કહ્યું કે દિલ્હી પોલીસની ટીમ સામાન્ય પ્રક્રિયા હેઠળ ટ્વિટર ઈન્ડિયાને નોટિસ આપવા માટે તેમની ઓફિસ ગઈ હતી. જરૂર એટલા માટે પડી કારણ કે તેઓ જાણવા માંગતા હતા કે નોટિસ આપવા માટે યોગ્ય વ્યક્તિ કોણ છે કારણ કે ટ્વિટર ઈન્ડિયાના એમડી તરફથી મળેલો જવાબ બિલકુલ સટીક નહતો. 

શું છે ટૂલકિટ મામલો?
ટૂલકિટ સંબંધિત સાજો વિવાદ ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાના આરોપ સાથે જોડાયેલો છે. તાજેતરમાં સંબિત પાત્રાએ કોંગ્રેસ પર ટૂલકિટનો ઉપયોગ કરીને ભાજપ અને દેશની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો. જો કે ત્યારબાદ ટ્વિટરે સંબિત પાત્રાની ટ્વિટ્સને મેનિપ્યુલેટેડ મીડિયાની શ્રેણીમાં નાખી દીધી. આ વાત પર દિલ્હી પોલીસે ટ્વિટરને નોટિસ પાઠવી અને જવાબ માંગ્યો કે આવું લેબલ લગાવવાની પાછળ કયો આધાર છે અને કઈ જાણકારી છે તે ટ્વિટર શેર કરે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news