શિરડી: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી મહારાષ્ટ્રના શિરડીમાં એક કાર્યક્રમ દરમિયાન ચક્કર ખાઈને પડ્યા. ગડકરી રાજ્યના અહમદનગર જિલ્લાના શિરડીમાં સ્થિત રાહુરી કૃષિ વિદ્યા પીઠના 33માં દિક્ષાંત સમારોહમાં ભાગ લેવા પહોંચ્યા હતાં. આ સમારોહમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ચેન્નામનેની વિદ્યાસાગર રાવ પણ હાજર હતાં. કાર્યક્રમ દરમિયાન જ કેન્દ્રીય મંત્રીની સ્ટેજ પર અચાનક તબિયત ખરાબ થઈ ગઈ. ત્યારબાદ તેમને થોડું પાણી પીવડાવવામાં આવ્યું અને પેંડો ખવડાવવામાં આવ્યો. ત્યારપછી ગડકરી રાષ્ટ્રગીત માટે ઊભા થયા. પરંતુ આ દરમિયાન તેમની હાલત એવી કથળી હતી કે તેઓ ઊભા રહી શકે તમ પણ નહતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયો જોવા માટે કરો ક્લિક... મહારાષ્ટ્ર: કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની તબિયત લથડી


નીતિન ગડકરી જેમ તેમ કરીને રાષ્ટ્રગીત પતે ત્યાં સુધી ઊભા રહ્યાં. તે વખતે રાજ્યપાલ ચેન્નામનેની વિદ્યાસાગર રાવ સતત તેમના પર નજર રાખી રહ્યાં હતાં. જેવું રાષ્ટ્રગીત સમાપ્ત થયું કે ગડકરી અચાનક ફરી ઢળી પડ્યાં. રાજ્યપાલ અને તેમના ગાર્ડે તરત તેમને સંભાળ્યા અને ખુરશી પર બેસાડી દીધા.


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...