મુંબઇ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નિશાન બનાવવા માટે રાહુલ ગાંધી હમેશાં ‘ચોકીદાર ચોર છે’ કટાક્ષનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તેમના આ કટાક્ષ સુરક્ષા ગાર્ડ સંઘ રોષે ભરાયો છે અને તેમણે મુંબઇ પોલીસથી કોંગ્રેસ અધ્યક્ષની સામે કેસ દાખલ કરવા કહ્યું છે. પોલીસે આ જાણકારી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી લડવા તૈયાર આદિત્ય ઠાકરે, મુંબઇની આ બેઠક પરથી નોંધાવશે દાવેદારી


પોલીસના એક અધિકારીએ મંગળવારે જણાવ્યું કે મહારાષ્ટ્ર રાજ્ય સુરક્ષા રક્ષક યૂનિયને અહીંયા બાંદ્રા-કૂર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) પોલીસ સ્ટેશનમાં સોમવારે ફરિયાદ કરી હતી અને દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીની આ ટિપ્પણીથી સુરક્ષા ગાર્ડોનું ‘અપમાન’ થયું છે.


ચૂંટણીમાં નાણાના દૂરપયોગ પર નજર રાખવા કમિટિની રચના, રાકેશ અસ્થાના પણ સામેલ


રાહુલ ગાંધી રાફેલ લડાકૂ વિમાન સોદામાં અનિયમિતતા અને પક્ષપાતના આરોપ લગાવી હમેશાં મોદીને નિશાન બનાવતા દરમિયાન ‘ચોકીદાર ચોર છે’ બોલે છે. જો કે, ભાજપ નેતૃત્વવાળી સરકારે આ આરોપને નકાર્યો છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...