લોકસભા ચૂંટણી લડવા તૈયાર આદિત્ય ઠાકરે, મુંબઇની આ બેઠક પરથી નોંધાવશે દાવેદારી
શિવસેના નેતા આદિત્ય ઠાકરે લોકસભા ચૂંટણી લડી શકે છે. સૂત્રોના અહેવાલથી મળતી જાણકારી અનુસાર, આદિત્ય ઠાકરે નોર્થ સેન્ટ્રલ મુંબઇ અથવા નોર્થ વેસ્ટ મુંબઇથી પોતાની દાવેદારી નોંધાવી શકે છે.
Trending Photos
પુણે: લોકસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ બધી જ રાજકીય પાર્ટીઓ તેમના ઉમેદવારોના મંથન પર વિચાર કરવામાં લાગી છે. કોઇ ટીકિટ માટે લિસ્ટ બનાવી રહ્યું છે. તો કોઇ જીતની રણનીતિ પર વિચાર કરવામાં લાગ્યા છે. આ વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે, શિવસેના નેતા આદિત્ય ઠાકરે લોકસભા ચૂંટણી લડી શકે છે. સૂત્રોના અહેવાલથી મળતી જાણકારી અનુસાર, આદિત્ય ઠાકરે નોર્થ સેન્ટ્રલ મુંબઇ અથવા નોર્થ વેસ્ટ મુંબઇથી પોતાની દાવેદારી નોંધાવી શકે છે.
ચૂંટણી લડનાર ઠાકરે પરિવારનો પહેલો સદસ્ય
જો આદિત્ય ઠાકરે લોકસભા ચૂંટણી લડે છે તો તે ઠાકરે પરિવારનો પહેલો સદસ્ય હશે. જે લોકસભા ચૂંટણીમાં પોતાની દાવેદારી નોંધાવશે. આ પહેલા આદિત્ય ઠાકરે મુંબઇ જિલ્લા ફૂટબોલ એસોશિયેશનની ચૂંટણી જીત્યો છે.
જણાવી દઇએ કે બે બેઠકોથી આદિત્યએ લોકસભા ચૂંટણી લડવાની સંભાવના દર્શાવી છે. તેમાંથી એક બેઠક ભાજપ તો બીજી શિવસેનાના ખાતામાં છે. નોર્થ સેન્ટ્રલ મુંબઇની બેઠક વર્તમાન સમયમાં ભાજપના ખાતામાં છે અને ત્યાની પૂનમ મહાજન સાંસદ છે. ત્યારે નોર્થ વેસ્ટ મુંબઇથી ગજાનન કિર્તીકર શિવસેનાના સાંસદ છે. જોકે, આ મામલે શિવસેનાના નેતા કોઇની સાથે કોઇ વાત કરવા ઇચ્છતા નથી.
રાજકીય વર્તૃળોમાં ઠાકરે પરિવાર એકલો એવો પરિવાર છે, જેનો કોઇપણ સદસ્ય અત્યાર સુધી કોઇ ચૂંટણી લડ્યા નથી. ઠાકરે પરિવારના કોઇ પણ સદસ્યએ વિધાનસભા, લોકસભા ચૂંટણીમાં તેમની ભાગીદારી નોંધાવી નથી. એટલું જ નહીં ઠાકરે પરિવાર વિધાનપરિષદ અને રાજ્યસભાથી પણ દૂર જ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, 1995માં જ્યારે શિવસેના-ભાજપ ગઠબંધનની સરકાર બની, ત્યારે શિવસેનાના મનોહર જોશી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદથી ઠાકરે પરિવારના સદસ્યને કોઇ પદ મળ્યું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે