સુશાંત કેસમાં CM ઉદ્ધવ ઠાકરેએ આપ્યું મોટું નિવેદન, BJPને ફેંક્યો મસમોટો પડકાર
સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં સતત પુત્ર આદિત્ય ઠાકરેનું નામ ઉછળતા પહેલીવાર ઉદ્ધવ ઠાકરેએ નિવેદન આપ્યું છે.
મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra) ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ભાજપ શિવસેનાના હિન્દુત્વ પર સવાલ ઉઠાવે છે. મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસની છબી ખરાબ કરવાની કોશિશ કરે છે. આ સાથે જ તેમણે પહેલીવાર સુશાંત સિંહ રાજપૂત કેસમાં પુત્ર આદિત્ય ઠાકરેનું નામ લાવવા પર મૌન તોડ્યું છે. તેમણે ભાજપને મોટો પડકાર ફેંક્યો છે.
મહેબૂબાના નિવેદન પર બબાલ, BJP કાર્યકરોએ જમ્મુમાં PDP ઓફિસ બહાર ફરકાવ્યો ત્રિરંગો
હિંમત હોય તો સરકાર પાડી બતાવે
ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં ઠાકરે શિવાજી પાર્ક સ્થિત વીર સાવરકર સભાગારમાં પાર્ટીની વાર્ષિક દશેરા રેલીમાં આ વાતો ઉચ્ચારી. તેમણે કહ્યું કે હવે એક વર્ષ થઈ ગયું છે. જે દિવસે હું મુખ્યમંત્રી બન્યો ત્યારથી સતત એમ કહેવાય છે કે હવે મારી સરકાર પડી જશે. હું પડકાર ફેંકુ છું કે જો તમારામાં હિંમત હોય તો આમ કરીને બતાવો. ઠાકરેએ કહ્યું કે રાજ્યમાં શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધન છે અને અમે 28 નવેમ્બરે એક વર્ષ પૂરું કરીશું.
ચૂંટણી ટાણે મુશ્કેલીમાં મૂકાયા ચિરાગ પાસવાન!, લાગ્યો મોટો આરોપ, જાણો શું છે મામલો
સરકાર તોડવા પર ભાજપનું ધ્યાન
આ વખતે કોરોના પ્રોટોકોલના કરાણે ખુલ્લા સ્થળની જગ્યાએ સભાગારમાં રેલીનું આયોજન થયું હતું. પોતાની દશેરા રેલીના ભાષણમાં ઉદ્ધવે પહેલીવાર ભાજપ પર આટલા પ્રહાર કર્યા. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જ્યારે દેશ મહામારીની ચપેટમાં છે તે સમયે પણ કેન્દ્ર સરકારનું ધ્યાન રાજકારણ પર છે, બિનભાજપ શાસિત રાજ્યોમાં સરકાર પાડવાની કોશિશ પર છે.
NDA સમાપ્ત
તેમણે પીએમ મોદીનું નામ લીધા વગર કહ્યું કે આજે આપણે અરાજકતા તરફ આગળ વધી રહ્યા છીએ. તેઓ (ભાજપ) પોતાના સહયોગીઓને દગો કરે છે. NDA લગભગ સમાપ્ત થઈ ગયું છે. તેઓ મિત્રતાની વાત કરે છે અને પછી પોતાના જ મિત્રોની પીઠમાં છૂરો મારે છે. તેઓ બિહારમાં વિધાનસભા ચૂંટણી બાદ નીતિશકુમાર સાથે પણ આ જ પ્રકારનો વ્યવહાર કરશે.
હિન્દુત્વ પર સવાલ કેમ?
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમારા હિન્દુત્વ પર સવાલ ઉઠાવવામાં આવે છે. પૂછવામાં આવે છે કે અમે રાજ્યમાં મંદિરો કેમ ખોલતા નથી. મારું હિન્દુત્વ બાળા સાહેબ ઠાકરે કરતા અલગ બતાવાય છે. પરંતુ તમારું હિન્દુત્વ ઘટિયા અને વાસણ વગાડનારું છે. અમારું હિન્દુત્વ એવું નથી.
સંઘ પ્રમુખ મોહન ભાગવતે ચીનને વિસ્તારવાદી ગણાવ્યું, કહ્યું- 'ભારતે ગેરસમજ દૂર કરી'
રાજ્યપાલ કોશિયારી પર નિશાન સાધ્યું
રવિવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતના નાગપુરમાં આપવામાં આવેલા ભાષણનો ઉલ્લેખ કરતા ઠાકરેએ કહ્યું કે આરએસએસ પ્રમુખે કહ્યું કે હિન્દુત્વ શબ્દને પૂજા પરિપાટીઓ સાથે જોડીને તોડી મરોડીને રજૂ કરવામાં આવે છે. તો જે લોકો મને પત્ર લખે છે તેઓ પહેલા ભાગવતના નિવેદનને ધ્યાનમાં લે. તેમણે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના હિંદુત્વ પર અપાયેલા એક નિવેદન ઉપર પણ નિશાન સાધ્યું. ઉદ્ધવે કહ્યું કે કાળી ટોપી પહેરનારા લોકો પાસે જો દિમાગ હોય તો તેમણે સંઘ પ્રમુખની વાત સમજવી જોઈએ.
BJP નેતાનો દાવો, 'PM મોદીએ નક્કી કરી દીધું છે પાકિસ્તાન-ચીન સાથે યુદ્ધ ક્યારે થશે'
ફ્રી કોરોના વેક્સિનવાળા શરમ કરો
ઠાકરેએ બિહારમાં ફ્રી કોરોના રસી ઉપલબ્ધ કરાવવાના ભાજપના ચૂંટણી વચન પર કહ્યું કે બિહારમાં કોરોનાની મફત રસીનું વચન આપો છો તો બાકીના રાજ્યોના લોકો શું બાંગ્લાદેશ કે કઝાકિસ્તાનથી આવ્યા છે? આ લોકોને પોતાના પર શરમ આવવી જોઈએ. ખાસ કરીને જ્યારે તમે કેન્દ્રમાં બેઠા છો.
મહારાષ્ટ્રના પુત્રનું ચરિત્ર હરણ
ઉદ્ધવ ઠાકરેએ પહેલીવાર સુશાંત સિંહ રાજપૂત કેસ ઉપર મૌન તોડ્યું. સુશાંતના મોત મામલે પોતાના પુત્ર આદિત્ય ઠાકરે પર લાગેલા આરોપો પર તેમણે કહ્યું કે તેઓ બિહારના પુત્રને ન્યાય અપાવવા માટે શોર મચાવી રહ્યા છે અને મહારાષ્ટ્રના પુત્રના ચરિત્ર હરણમાં લાગ્યા છે. ઉદ્ધવે કહ્યું કે આદિત્યનું અને તેના પરિવારનું નામ લઈને સતત ચરિત્ર હરણ કરવાની કોશિશ થઈ રહી છે પરંતુ તેમને પોતાના પરિવાર અંગે કોઈ સ્પષ્ટતા કરવાની જરૂર નથી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube