સીએમ ઠાકરેનો ભાજપ પર કટાક્ષ- કૃષિ કાયદો એટલો સારો છે તો કિસાનોને બેસીને સમજાવે, કેમેરા પર કેમ બોલે છે?
કિસાન આંદોલનના મુદ્દા પર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે, કિસાન આવી ઠંડીમાં દિવસ-રાત રસ્તા પર પસાર કરી રહ્યાં છે. ભાજપના નેતાઓએ મળીને તે નક્કી કરવું જોઈએ કે તે ક્યા કિસાન છે, જે વામપંથી છે, પાકિસ્તાની છે કે ચીનથી આવ્યા છે?
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કિસાન આંદોલનના મુદ્દા પર રવિવારે ભારતીય જનતા પાર્ટી (BJP) પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, કૃષિ કાયદા વિરુદ્ધ કિસાન દિવસ-રાત આ ઠંડા હવામાનમાં ખુલા આસમાન નીચે સુઈ રહ્યાં છે અને ભાજપ તેને એન્ટી નેશનલ, પાકિસ્તાની અને ખાલિસ્તાની જણાવી રહી છે. તો રાજ્યમાં વિપક્ષના ટી-પાર્ટી બહિષ્કાર કરવા પર મુખ્યમંત્રી ઠાકરેએ ભાજપ પર કટાક્ષ કર્યો છે. આ સિવાય તેમણે પોતાની સરકારના ઘણા અન્ય નિર્ણયો પર આજે વાતચીત કરી છે.
કિસાન આંદોલનના બહાને ભાજપ પર નિસાન
કિસાન આંદોલનના મુદ્દા પર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે, કિસાન આવી ઠંડીમાં દિવસ-રાત રસ્તા પર પસાર કરી રહ્યાં છે. ભાજપના નેતાઓએ મળીને તે નક્કી કરવું જોઈએ કે તે ક્યા કિસાન છે, જે વામપંથી છે, પાકિસ્તાની છે કે ચીનથી આવ્યા છે? તમારે તે એક વાત સમજવાની જરૂર છે કે તમે અમારા કિસાનોની સાથે અન્યાય કરી રહ્યાં છો અને તમે તેને રાષ્ટ્રવિરોધી કહો છો? આ અમારી સંસ્કૃતિ નથી. અમારા કિસાનોની સાથે વાત કરવાની જગ્યાએ ભાજપ તેને પાકિસ્તાની, રાષ્ટ્ર વિરોધી કહી રહી છે. આ તે લોકો (ભાજપ) છે જે પાકિસ્તાનથી ખાંડ અને ડુંગળી લાવી રહ્યાં છે, તો તે હવે પાકિસ્તાનથી કિસાન પણ લાવી રહ્યાં છે.?
આ પણ વાંચોઃ Farmers Protest: આવતીકાલે કિસાનોની ભૂખ હડતાલ, દિલ્હીના બધા નાકા પર કરશે અનશન
આ સિવાય તેમણે કહ્યું કે, જે કોઈ પણ મજૂરો અને કિસાનો માટે બોલે છે, તે શું રાષ્ટ્ર વિરોધી છે? જો ભાજપ નેતા કિસાનોના બિલને આટલી સારી રીતે જાણે છે તો તે કિસાનોની સાથે બેસી તેને કેમ સમજાવી રહ્યાં નથી? તે માત્ર કેમેરા પર કેમ બોલી રહ્યાં છે અને પત્રકાર પરિષદ કરી રહ્યાં છે.
ટી-પાર્ટીના બહિષ્કાર પર કહી આ વાત
મહારાષ્ટ્રમાં વિપક્ષે સત્ર પહેલા ચા પાર્ટીનો બહિષ્કાર કર્યો, જેના પર મુખ્યમંત્રી ઠાકરેએ કહ્યુ કે, તેમને તે વાતની જાણકારી નથી કે છેલ્લા એક વર્ષમાં સરકારે શું કામ કર્યું છે? કોઈપણ સરકારથી નાખુશ નથી. સામાન્ય લોકો સરકારના કામથી ખુશ છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube