મુંબઈઃ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના નવાપુરમાં આયોજિત એક ચૂંટણી રેલીમાં કોંગ્રેસ અને એનસીપી પર પ્રહાર કર્યા હતા. અમિત શાહે જણાવ્યું કે, અમારા વડાપ્રધાન ગરીબ પરિવારમાંથી આવે છે, આથી તેઓ ગરીબોની મુશ્કેલીઓને સારી રીતે જાણે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહે જણાવ્યું કે, 'કોંગ્રેસે આજ સુધી આદિવાસી કલ્યાણ માટે કશું જ કર્યું નથી. માત્ર ઠાલા વચન આપ્યા છે. ભાજપની સરકારમાં આદિવાસી કલ્યાણની શરૂઆત થઈ છે અને તેને છેક સુધી પહોંચાડવાનું કામ અમે કર્યું છે.'


અમિત શાહે કહ્યું કે, 'મને ગરવ છે કે નરેન્દ્ર મોદી સરકારને આદિવાસીએ પસંદ કરી છે, દેશના ઓબીસી સમાજે ચૂંટ્યો છે. આજે દેશમાં સૌથી વધુ જનજાતિ અને ઓબીસી ધારાસભ્યો જો કોઈ એક પાર્ટીના છે તો તે ભાજપના છે.'


'હવે આતંકવાદીઓને તેમના ઘરમાં ઘુસીને મારવામાં આવે છે': રેવાડીમાં પીએમ મોદી


શાહે વધુમાં જણાવ્યું કે, "115 આદિવાસી જિલ્લા જે વિકાસની દોડમાં પાછળ રહી ગયા હતા, તેમને પીએમ મોદીએ સીધા વડાપ્રધાન કાર્યાલયથી વિકાસની શરૂઆત કરી છે. તેમણે કહ્યું કે, દેશમાં જેટલા પણ બ્લોક છે, ેતમના અંદર એકલવ્ય મોડલ સ્કૂલ બનાવવાની શરૂઆત મોદીજીએ કરી છે."


અમિત શાહે રાહુલ પર પ્રહાર કરતા કહ્યું કે, "રાહુલ ગાંધી કહે છે કે, કલમ 370 અને મહારાષ્ટ્રનો શો સંબંધ છે? હું તેમને કહેવા માગું છું કે, આ શિવાજી મહારાજ અને વીર સાવરકરની ધરતી છે. આ ધરતીના સપૂતોએ રાષ્ટ્રની સુરક્ષામાં ક્યારેય પાછા વળીને જોયું નથી. "


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...