મુંબઇ : લોકસભા ચૂંટણીમાં મળેલા પરાજયના કારણે હિંચી રહેલી કોંગ્રેસને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને વિધાનસક્ષામાં વિરોધ પક્ષનાં નેતા રાધાકૃષ્ણ પાટિલે રાજીનામું ધરી દીધું છે. તેમની સાથે જ પુર્વ મંત્રી અબ્દુલ સત્તારે પણ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમની સાથે જ પૂર્વ મંત્રી અબ્દુલ સતારે પણ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે. અબ્દુલ સતારનાં દાવા પર વિશ્વાસ કરીએ તો કોંગ્રેસની મુશ્કેલી અહીં વધવાની છે. તેમનો દાવો છે કે કોંગ્રેસનાં 8-10 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. જે ક્યારે પણ પાર્ટી છોડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાન કોંગ્રેસમાં અસંતોષ: ગહલોતે કહ્યું પાયલોટ જોધપુર હારની જવાબદારી તો સ્વિકારે
રાધાકૃષ્ણ વિખેલ પાટિલે પુત્રને અહેમદનગર સીટથી લોકસભા ચૂંટણીની ટિકિટ નહી મળ્યા બાદ જ પાર્ટી છોડવાનો નિર્ધાર કર્યો હતો. તેમણે 25 એપ્રીલે જ વિધાનસભામાં વિપક્ષનાં નેતાનું પદ છોડી દીધું હતું. લોકસભા ચૂંટણી પ્રચારમાં પણ રાધાકૃષ્ણ વિખેએ ભાગ લીધો નહોતો. તેના પુત્ર સુજોય પાટિલ પહેલા જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઇ ચુક્યો છે. કારણ કે તેમને અહેમદનગરથી કોંગ્રેસ તરફથી ટિકિટ મળી નહોતી. 


પશ્ચિમ બંગાળ: નગર નિગમની ચૂંટણીમાં ભાજપનું 26-0થી ક્લિન સ્વિપ, TMCના સુપડા સાફ
દારુલ ઉલુમનો નવો ફતવો: ઇદનાં દિવસે ગળે મળવું ઇસ્લામ વિરુદ્ધ, ગળે મળવાનું ટાળો !
અહેમદનગરની સીટ એનસીપીનાં ખાતે જઇ રહી હતી અને એનસીપી કોઇ કિંમતે આ સીટ છોડવા માટે તૈયાર નહોતી થઇ. તેના કારણે સુજોય વિખે પાટિલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યા બાદ ભાજપ જોઇન કરી લીધી હતી. ભાજપે લોકસભા ચૂંટણીમાં સુજોયને અહેમદનગર સાથે પોતાના ઉમેદવાર બનાવ્યા અને તેને જીત પણ મળી. ત્યારથી ક્યાસ લાગવાઇ રહ્યા છે કે રાધાકૃષ્ણ વિખે પાટિલ ક્યારે પણ કોંગ્રેસનો હાથ ઝટકી શકે છે. આખરે મંગળવારે રાધાકૃષ્ણ વિખેટ પાટિલે પોતાનું રાજીનામું વિધાનસભાનાં સ્પીકરને સોંપી દીધું છે. 


જમ્મુ કાશ્મીર સીમાંકન સમિતીની રચના કરી શકે છે મોદી સરકાર, સીટોનું ભુગોળ બદલાશે
જો કે રાધાકૃષ્ણ વિખે પાટીલે પોતાનાં આગામી પગલા અંગે જણાવ્યું નથી, પરંતુ જે પ્રકારે રાજીનામું આપ્યા બાદ તેઓ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યા તેના પરથી સ્પષ્ટ છે કે તેમના ઇરાદાઓ શું છે. સુત્રો અનુસાર રાધાકૃષ્ણ વિખે પાટિલ ન માત્ર ભાજપ જોઇન કરશે પરંતુ મહારાષ્ટ્ર મંત્રીમંડળનાં વિસ્તારમાં પણ તેમને સ્થાન મળી શકે છે. 


ભારતીય વાયુસેનાના અરૂણાચલમાં ખોવાયેલા વિમાન AN-32ની 24 કલાક બાદ પણ કોઈ ભાળ નહીં
બીજી તરફ મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અશોક ચવ્હાણ રાજીનામાની રજુઆત કરી ચુક્યા છે. જો કે તેમનાં રાજીનામા અંગે કોંગ્રેસ હાઇકમાન્ડ હજી સુધી કોઇ નિર્ણય લઇ શકી નથી. મહારાષ્ટ્રમાં થોડા મહિનાઓ બાદ જ વિધાનસભામાં અત્યાર સુધી કોઇ નિર્ણય લેવાયો નથી. થોડા જ મહિના પહેલા દિગ્ગજ નેતાઓને છોડવાથી પાર્ટીની મુશ્કેલી વધવાની છે. તેની સીધી અસર વિધાનસભા ચૂંટણી પર પડશે.