Maharashtra Corona: નાગપુર બાદ હવે અકોલામાં પણ લોકડાઉન, પુણેમાં નાઈટ કર્ફ્યૂ
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ (Maharashtra Corona) ઝડપથી ફેલાઈ રહ્યો છે. નાગપુર બાદ હવે અકોલામાં (Akola) પણ લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે
મુંબઇ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ (Maharashtra Corona) ઝડપથી ફેલાઈ રહ્યો છે. નાગપુર બાદ હવે અકોલામાં (Akola) પણ લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે. અકોલામાં શુક્રવાર સાંજે 8 વાગ્યાથી સોમવાર સવારે 8 વાગ્યા સુધી લોકડાઉનની (Lockdown) જાહેરાત કરવામાં આવી છે.
નાગપુર (Nagpur), અકોલા (Akola) ઉપરાંત પુણેમાં (Pune) નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. પુણેમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ (Night Curfew) લાગુ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં 31 માર્ચ સુધી સ્કૂલ, કોલેજને બંધ કરવાનો આદેશ આપ્યો છે. ત્યારે પુર્ણેમાં હોટલ, બાર રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે. આ નિયમ મોલ, થિયેટર પણ લાગુ થશે.
આ પણ વાંચો:- બે બહેનોના પેટમાં થયો દુ:ખાવો, વિશ્વાસ કરી પહોંચી તાંત્રિક પાસે, અને પછી...
મહારાષ્ટ્ર-કેરળ સહિત આ રાજ્યોમાં વધી રહ્યું છે સંકટ
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાયરસનો સંકટ ફરી એકવાર લોકોને ડરાવી રહ્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 23 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. જે છેલ્લા થોડા દિવસોમાં સૌથી મોટો આંકડો છે. ચિંતનાની વાત એ છે કે, મહારાષ્ટ્ર, કેરળ સહિત કુલ 6 રાજ્યોમાં કોરોના બેકાબૂ થઈ રહ્યો છે.
આ પણ વાંચો:- 1993 Mumbai Blast: બ્લાસ્ટમાં 250 લોકોએ ગુમાવ્યો હતો જીવ, વાંચો 2 બહાદુરની કહાની
ભારત સરકારના મુજબ, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્નાટકા, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્યો છે જ્યાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં હાલના સમયે જેટલા એક્ટિવ કેસ છે, તેમાંથી 71.96 ટકા કેસ મહારાષ્ટ્ર અને કેરળમાંથી સામે આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube