મુંબઈઃ મહારાષ્ટ્ર ભારતમાં કોરોના વાયરસના સંક્રમણનું કેન્દ્ર બનેલું છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 221 નવા મામલા સામે આવ્યા છે અને 22 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં 149 કોવિડ-19થી સંક્રમિત લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં કુલ 1982 કોરોના પોઝિટિવ કેસ છે. માત્ર મુંબઈમાં 1298 લોકો સંક્રમિત છે અને 92 લોકોના મોત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 16 મૃત્યુ નોંધાયા છે. મહારાષઅટ્રમાં દિલ્હીના નિઝામુદ્દીન મરકઝમાં સામેલ થયેલા 755 લોકોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જેમાંથી 37 લોકો સંક્રમિત જોવા મળ્યા છે. લાતૂરમાં 8, યવતમાલમાં 7, ભુલધાનામાં 5, મુંબઈમાં 3, પુણે, પિમ્પારી, છિંછવાડ અને અહમદનગરમાં 2-2 મામલા સામે આવ્યા છે. 


રત્નાગિરિ, નાગપુર, હિંગોલી, જલગાંવ, ઉસ્માનાબાદ, કોલ્હાપુર અને વશીમથી એક-એક મામલા સામે આવ્યા છે. આ સિવાય મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 41,109 લોકોનો કોરોનાનો રિપોર્ટ થયો છે. મહારાષ્ટ્રમાં લૉકડાઉનનું ગંભીરતાથી પાલન થઈ રહ્યું છે. છતાં પણ કોરોન વાયરસના સંક્રમણના કેસ વધી રહ્યાં છે. મહારાષ્ટ્ર દેશમાં કોરોના વાયરસનું કેન્દ્ર બનેલું છે.


ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસનું સંકટ દેશમાં સતત વધી રહ્યું છે. કોરોના સંક્રમિતોની સંખ્યા દેશમાં 8447 સુધી પહોંચી ગઈ છે. તો 273 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. 


આ પહેલા સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પત્રકાર પરિષદમાં જાણકારી આપી હતી કે આઈસીએમઆરના રિપોર્ટ પ્રમાણે 4.3 ટકા સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. અત્યાર સુધી 1 લાખ 86 હજાર સેમ્પલ લેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારનું ફોકસ વધુમાં વધુ તપાસ પર છે. 


સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે દરરોજ 15 હજારથી વધુ ટેસ્ટ થઈ રહ્યાં છે. હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડની સંખ્યા વધારવામાં આવી રહી છે. આશરે 601 હોસ્પિટલોમાં એક લાખથી વધુ બેડની વ્યવસ્થા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર