મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra) માં 100 કરોડ રૂપિયાની વસૂલીના મામલે જબરદસ્ત રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. આ બધા વચ્ચે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ભાજપના નેતાઓએ આજે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી. રાજ્યપાલ સાથે વાતચીત બાદ દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે અમે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને આખા મામલે જાણકારી આપી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી પાસે રિપોર્ટ માંગવાની કરી ભલામણ-ભાજપ
મહારાષ્ટ્ર ભાજપના નેતા સુધીર મુનગંટીવારે કહ્યું કે અમે રાજ્યપાલ પાસે રાજ્યમાં શાસન અને કોરોના સંબંધિત વિભિન્ન મુદ્દાઓ પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પાસે રિપોર્ટ માંગવાની ભલામણ કરી. અમે તેમને ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા મુદ્દા પર હસ્તક્ષેપ કરવાની પણ અપીલ કરી. 


મુખ્યમંત્રીનું મૌન પરેશાન કરનારું- દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રમાં જે પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે તે પછી પૈસાની વસૂલીની ઘટના હોય કે ટ્રાન્સફર રેકેટ તે તમામ ઘટનાઓ દુખદ છે. આટલી બધી ઘટનાઓ ઘટવા  છતાં પણ મુખ્યમંત્રીએ તેના પર એક પણ નિવેદન આપ્યું નથી. તેમણે કહ્યું કે આ મામલે મુખ્યમંત્રીનું મૌન સૌથી વધુ પરેશાન કરનારું છે. 


મહારાષ્ટ્ર સરકાર હવે મહાવસૂલી સરકાર બની ચૂકી છે
પ્રેસ કોન્ફરન્સમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે હપ્તા વસૂલી, ટ્રાન્સફર, કોવિડ 19 પર રાજ્ય સરકારે શું એક્શન લીધા છે તેનો રાજ્યપાલે રિપોર્ટ માંગવો જોઈએ. અમે એ જ માગણી કરી છે. તેમણે કહ્યું કે સરકાર સારી રીતે ચાલી રહી નથી. આ ત્રણેય પાર્ટીઓને ખબર છે કે હપ્તા વસૂલી થઈ રહી છે. મહારાષ્ટ્ર સરકાર હવે મહાવસૂલી સરકાર બની ચૂકી છે. આ સરકારમાં હવે નૈતિકતા બચી નથી. 


દેવેન્દ્ર ફડણવીસે કોંગ્રેસ ઉપર પણ સાધ્યું નિશાન
દેવેન્દ્ર ફડણવીસે આ દરમિયાન કોંગ્રેસ પાર્ટી ઉપર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે કોંગ્રેસ જણાવે કે આ વસૂલીમાંથી તેમને કેટલો ભાગ મળ્યો. શરદ પવારે બે વાર પત્રકાર પરિષદ કરી પરંતુ તેમણે પણ આરોપીઓને બચાવવાની જ કોશિશ કરી. 


વસૂલી વિવાદઃ ગૃહ સચિવને મળીને ફડણવીસે સોંપ્યા પૂરાવા, CBI તપાસની કરી માંગ


Sachin Vaze કેસ: ATS ને મળી મોટી સફળતા, દમણથી મળી વોલ્વો કાર, અનેક મહત્વના પુરાવા મળ્યા


PICS: બાબા રામદેવના આશ્રમમાં યોગ શીખવા ગયેલી અભિનેત્રીને વિધાયક જોડે પ્રેમ થઈ ગયો, રસપ્રદ લવસ્ટોરી


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube