વસૂલી વિવાદઃ ગૃહ સચિવને મળીને ફડણવીસે સોંપ્યા પૂરાવા, CBI તપાસની કરી માંગ

મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis) એ મંગળવારે નવી દિલ્હીમાં ગૃહ સચિવ સાથે મુલાકાત કરી અને સમગ્ર પ્રકરણમાં કાર્યવાહીની માંગ કરી છે.

વસૂલી વિવાદઃ ગૃહ સચિવને મળીને ફડણવીસે સોંપ્યા પૂરાવા, CBI તપાસની કરી માંગ

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis) એ મંગળવારે નવી દિલ્હીમાં ગૃહ સચિવ સાથે મુલાકાત કરી અને સમગ્ર પ્રકરણમાં કાર્યવાહીની માંગ કરી છે. તેમણે કહ્યું કે, ગૃહ સચિવ પાસે આ મામલા પર સીબીઆઈ તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે. 

દેવેન્દ્ર ફડણવીસે આજે ગૃહ મંત્રાલયમાં ગૃહ સચિવ અજય ભલ્લા સાથે મુલાકાત બાદ કહ્યુ કે, મારી પાસે જે જાણકારી હતી તે ગૃહ સચિવને સોંપી દીધી છે. આ મામલાને કેમ દબાવવામાં આવ્યો. સરકાર તરફથી કાર્યવાહી કેમ ન કરવામાં આવી. આ મુદ્દા પર ગૃહ સચિવે કાર્યવાહી કરવાનો વિશ્વાસ આપ્યો છે. તેમણે કહ્યું કે, ગૃહ સચિવ પાસે મેં સીબીઆઈ તપાસની માંગ કરી છે. 

— ANI (@ANI) March 23, 2021

તેમણે કહ્યું, 'હું એટલુ જાણુ છું કે આ જે મામલો છે, આ મામલામાં રિપોર્ટને 25 ઓગસ્ટ 2020થી લઈને અત્યાર સુધી કેમ દબાવી દેવામાં આવ્યો. તેના પર કાર્યવાહી કેમ ન થઈ. આટલી ગંભીર વાતચીત હતી, તેવામાં ગંભીર મામલા સાથે જોડાયેલા લોકો પર સરકારે કાર્યવાહી કેમ ન કરી.'

પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યુ કે, તત્કાલીન ડીજીપીની ભલામણ કેમ માનવામાં ન આવી. તેમણે સીઆઈડી પાસે તપાસની માંગ કરી હતી તો તે માંગને કેમ રોકવામાં આવી. સવાલ તે ઉઠે છે કે આખરે સરકાર કોને બચાવવા ઈચ્છે છે. તેમણે દાવો કર્યો કે મુખ્યમંત્રીએ પણ ફાઇલ જોઈ છે. 

સુપ્રીમ કોર્ટમાં કાલે સુનાવણી
આ વચ્ચે મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહની અરજી પર સુપ્રીમ કોર્ટ બુધવારે સુનાવણી કરશે. પોતાની અરજીમાં પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ સીબીઆઈ તપાસની માંગ કરી છે. સાથે રાજ્ય સરકારને તે આદેશ રદ્દ કરવાની માંગ કરી છે જે હેઠળ તેમનું ટ્રાન્સફર મુંબઈ પોલીસ કમિશનર પદેથી થયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news