મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra Assembly Elections 2019)ના પરિણામો પણ આવી ગયાં. શિવસેના અને ભાજપના ગઠબંધનને બહુમત પણ મળી ગયું પરંતુ આમ છતાં સત્તાનું કોકડું હજુ પણ ગૂંચવાયેલું છે. સોમવારે અમિત શાહ સાથે મુલાકાત બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પાર્ટીની કોર કમિટીના નેતાઓ સાથે બેઠક કરી રહ્યાં છે. જેમાં ફડણવીસ ઉપરાંત ચંદ્રકાંત પાટિલ, સુધીર મુનગંટીવાર, ગિરિશ મહાજન, પંકજા મુંડે અને વી સતીષ હાજર છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ભાજપ અલ્પમતમાં એકલા હાથે સરકાર બનાવવાનો દાવો પહેલા રજુ કરશે નહીં. ભાજપના સૂત્રોના જણાવ્યાં મુજબ ભાજપ શિવસેનાના સમર્થન આપવાની સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી પોતે દાવો રજુ કરશે નહીં. મહારાષ્ટ્ર ભાજપને શિવસેનાના પગલાં પર વેઈટ એન્ડ વોચની રણનીતિ અપનાવવાની ભાજપ હાઈ કમાન્ડ તરફથી સૂચના અપાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્ર: શિવસેના સાથે મળીને સરકાર બનાવવામાં NCPને તો કોઈ સમસ્યા નથી, પણ કોંગ્રેસ દુવિધામાં


સૂત્રોના જણાવ્યાં મુજબ ભાજપ અધ્યક્ષ અમિત શાહ મહારાષ્ટ્રમાં સીએમ અને ગૃહ મંત્રીની ખુરશીને છોડીને બાકીના પદો પર ફિફ્ટી-ફિફ્ટીના ફોર્મ્યુલા પર શિવસેના સાથે વાત કરવાના પક્ષમાં છે. શિવસેનાને 18 મંત્રી પદ આપવાની ભાજપની તૈયારી છે. 


ઉદ્ધવના ખાસ ગણાતા નેતાએ RSSને લખ્યો પત્ર, ગડકરીને મધ્યસ્થ બનાવવાની કરી માગણી


આ બધા વચ્ચે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના સલાહકાર કિશોર તિવારીએ આ અંગે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતને પત્ર લખીને હસ્તક્ષેપ કરવાની માગણી કરી છે. ટોપ પ્રાયોરિટીવાળા આ પત્રમાં તિવારીએ સંઘ પ્રમુખને આગ્રહ કર્યો છે કે તેઓ સરકાર બનાવવાને લઈને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પાસે મધ્યસ્થતા કરાવે. જેથી કરીને ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલા વિવાદનો સહમતિથી ઉકેલ આવી શકે. આ અગાઉ કિશોર તિવારી તે વખતે પણ ચર્ચામાં આવ્યાં હતાં જ્યારે અનેક વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપના પક્ષમાં અપેક્ષિત પરિણામો ન આવતા તેમણે અમિત શાહના રાજીનામાની માગણી કરી હતી. 


જુઓ LIVE TV


મહારાષ્ટ્રમાં સત્તાની લડાઈ: 'માતોશ્રી' બહાર લાગ્યા આદિત્ય ઠાકરેના પોસ્ટર, 'મારો વિધાયક મારો મુખ્યમંત્રી'


શિવસેનાને કસક છે કે જ્યારે પીએમ મોદી અને અમિત શાહનું નામાંકન હતું ત્યારે ઉદ્ધવ ઠાકરે પોતે નામાંકન સમયે પહોંચ્યા હતાં. આમ છતાં ભાજપનો આ વ્યવહાર શિવસેનાને અકળાવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ એક બાજુ જ્યાં ભાજપનો આ વ્યવહાર હતો ત્યાં બીજી બાજુ પવાર પરિવાર તરફથી આદિત્યને જીત બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...