મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai) સહિત મહારાષ્ટ્ર (Maharashtra) ના અનેક જિલ્લાઓમાં આકાશમાંથી પાણી રૂપી આફત વરસી રહી છે. મુંબઈના હિન્દમાતા, પરેલ, ભાયખલ્લા રોડ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. મુંબઈ, થાણે, પાલઘરમાં યલો એલર્ટ જ્યારે સિંધુદુર્ગ, રત્નાગિરીમાં રેડ એલર્ટ જાહેર કરાયલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારે વરસાદથી આંધ્ર પ્રદેશ-તેલંગણામાં 25 લોકોના મોત, પીએમ મોદીએ તમામ શક્ય મદદની ખાતરી આપી


બે દિવસની ચેતવણી
વરસાદે મુંબઈમાં મુસીબત વધારી દીધી છે. કોલાબામાં અત્યાર સુધીમાં 85 મિલીમીટર, સાંતાક્રૂઝમાં 66 મિમી, વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન ખાતાએ આગામી 48 કલાકમાં એલર્ટ જાહેર કરેલી છે. મુંબઈ, થાણે, પાલઘરમાં યલો એલર્ટ જ્યારે સિંધુદુર્ગ, રત્નાગિરીમાં રેડ એલર્ટ જાહેર કરાયલી છે. 


VIDEO: સંતોને યોગ શીખવાડતા હતા બાબા રામદેવ...અચાનક હાથી પરથી ગબડી પડ્યા


પુણે-સોલાપુર હાઈવે બંધ
લગભગ 12 કલાકના ભારે વરસાદ બાદ પુણેના ઈન્દાપુર, નિમગાંવ, કેતકી અને બિધવનમાં હાલાત બેકાબૂ થઈ રહ્યા છે. ઈન્દાપુરમાં માત્ર 12 કલાકમાં 178 મિમી વરસાદ રેકોર્ડ થયો છે. ઉજની બાંધથી છોડાયેલા પાણીના કારણે પુણે-સોલાપુર હાઈવે પાણી પાણી થઈ ગયો છે અને ત્યારબાદ હાઈવે બંધ કરાયો છે. 


પુણેના પ્રસિદ્ધ નીરા નરસિંહપુર મંદિર વિસ્તારમાં પૂર જેવી સ્થિતિના કારણે પ્રશાસન અને ગ્રામ સભાના લોકોએ જનતાને સાવધાન કરી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube