મુંબઈ: ઉદ્ધવ ઠાકરેના શપથગ્રહણ (Uddhav Thackeray) સમારોહના ગણતરીના કલાકો પહેલા એનસીપી નેતા અજિત પવારે ZEE NEWS સાથે ખાસ વાતચીતમાં એક સવાલના જવાબમાં કહ્યું કે શું તમે મને જોઈને કહી શકો કે હું નારાજ છું...હું બિલકુલ નારાજ નથી...મારી પાર્ટી એનસીપી(NCP)માં જ છું...પાર્ટીના નેતા શરદ પવારસાહેબ(Sharad Pawar) જે કહેશે તે કરીશ. હું શપથગ્રહણ સમારોહમાં જઈ રહ્યો છું...બહેન સાથે જઈ રહ્યો છું(સુપ્રિયા સુલેને લઈને જઈ રહ્યો છું). અત્રે જણાવવાનું કે આજે મુંબઈ(Mumbai) ના શિવાજી પાર્કમાં ઉદ્ધવ ઠાકરેની તાજપોશી છે. આ બધા વચ્ચે એ મોટો સવાલ છે કે નવી સરકારમાં અજિત પવાર(Ajit Pawar) નો શું રોલ હશે. શું તેમને ફરીથી ડેપ્યુટી સીએમની ખુરશી પર બેસાડવામાં આવશે? કે પછી તેમના માટે કોઈ નવી ભૂમિકા નક્કી કરાશે. આજે ઉદ્ધવ ઠાકરે ઉપરાંત શિવસેના, એનસીપી અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પણ મંત્રીપદના શપથ લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Maharashtra: ઠાકરેની સરકારમાં એક જ ડે.સીએમ અને તે પણ NCPમાંથી હશે, જાણો કોંગ્રેસને શું મળ્યું?


અજિત પવારે વાતચીતમાં કહ્યું કે આજે હું શપથ લેવાનો નથી. આગળનો રસ્તો પાર્ટીના વડીલો ભેગા થઈને નક્કી કરશે. તે દિશામાંજ એનસીપી આગળ વધશે. શું અજિતદાદા પવાર હશે અઢી વર્ષ માટે મુખ્યમંત્રી? તેના પર જવાબ આપતા તેમણે કહ્યું કે અઢી વર્ષ માટે કે પાંચ વર્ષ માટે, તે અંગે હું એકલો નિર્ણય લેવાના નથી. એ બધુ મારી પાર્ટી નક્કી કરશે. જ્યારે પાર્ટી નિર્ણય લેશે ત્યારે હું જણાવીશ...કોઈ નિર્ણય હજુ લેવાયો નથી. 


પોતાની સ્થિતિ અંગે અજિત પવારે કહ્યું કે જો હું હસુ તો તમે કહેશો કે હું હસું છું. ચૂપ રહું તો તમે કહેશો કે ચૂપ છે. હું શું કરું? કોઈ તોફાન નથી આવ્યું. પાર્ટીના પ્રેસિડેન્ટ જે નિર્ણય લેશે તેમની સાથે આગળ વધીશું. 


Maharashtra News: ઉદ્ધવ ઠાકરે શા માટે 6:40 મિનિટે જ લેશે શપથ? શું છે જ્યોતિષોની સલાહ


આજે બપોરે એનસીપી ચીફ શરદ પવારના ઘર સિલ્વર ઓકમાં એનસીપી નેતાઓની એક બેઠક થઈ હતી જેમાં જયંત પાટિલ અને પ્રફૂલ્લ પટેલ ઉપરાંત અજિત પવાર પણ સામેલ થયા હતાં. આ બેઠકમાંથી બહાર નીકળતા તેમણે આ બધા જવાબ આપ્યાં હતાં. આજે દરેક પાર્ટીના 2-2 નેતાઓ મંત્રીપદના શપથ લેશે. એનસીપીમાંથી ફક્ત છગન ભૂજબળ અને જયંત પાટિલ શપથ લેશે. ડેપ્યુટી સીએમ પદ પર હજુ પાર્ટીએ નિર્ણય લીધો નથી. 


આ VIDEO પણ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube