close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

uddhav thackeray

સોનિયા ગાંધી સાથે શરદ પવારની બેઠક આજે, મહારાષ્ટ્રમાં સરકાર રચવાના મુદ્દે થશે ચર્ચા

મહારાષ્ટ્ર (Maharashtra) સરકારના ગઠનને લઇને બધાની નજર સોનિયા સાથે એનસીપી (NCP) પ્રમુખ શરદ પવાર (sharad pawar)ની આજે થનાર મુલાકાત પર ટકેલી છે. માનવામાં આવી રહ્યું છે કે આ મુલાકાત બાદ મહારાષ્ટ્રમાં બનવા જઇ રહેલી શિવસેના-કોંગ્રેસ-એનસીપી સરકારને લઇને તસવીર સ્પષ્ટ થઇ જશે.

Nov 18, 2019, 09:24 AM IST
Shiv Sena's counterattack On Alliance Rupture Of BJP And Shiv Sena PT8M27S

અમિત શાહના આરોપ પર શિવસેનાનો પલટવાર, જાણો શું કહ્યું...

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભાજપ અને શિવસેના વચ્ચે તુટી ગયેલા ગઠબંધન અંગે વાત કરતા શિવસેના આરોપ લાગાવ્યા હતા. જેને લઇને અમિત શાહના આરોપ પર શિવસેનાએ પ્રતિક્રિયા આપતા પલટવાર કર્યો છે.

Nov 14, 2019, 12:25 PM IST

ગઠબંધન સરકાર માટે કોંગ્રેસે મૂકી એવી શરતો, જાણીને શિવસેનાને લાગશે મોટો આંચકો

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણમાં જબરદસ્ત વળાંક જોવા મળી રહ્યો છે. આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક દિલ્હીમાં થઈ. જેમાં મહત્વના નિર્ણયો લેવાયા હોવાનું જાણવા મળ્યું છે.

Nov 12, 2019, 01:32 PM IST

મહારાષ્ટ્ર: શિવસેના આજે રજૂ કરી શકે છે સરકાર બનાવવાનો દાવો

મહારાષ્ટ્ર સરકાર ગઠનને લઇને ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસના સમર્થનથી સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. તેને લઇને ઉદ્ધવ ઠાકરેના મુંબઇ સ્થિત આવાસ 'માતોશ્રી'માં મોડી રાત સુધી શિવસેનાના નેતાઓ વચ્ચે બેઠક થઇ હતી.

Nov 11, 2019, 07:57 AM IST

શિવસેના ધારાસભ્ય દળની બેઠક આજે, સરકાર બનાવવા અને નહી બનાવવાની સ્થિતિ પર થશે મંથન

મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાને લઇને હજુ પેંચ ફસાયેલો છે. જ્યાં બુધવારે મહારાષ્ટ્ર ભાજપે ફરી એકવાર દેવેંદ્વ ફડણવીસે ધારાસભ્ય દળના નેતા ચૂંટી લીધા છે, તો બીજી તરફ આજે શિવસેના (Shiv Sena)ના ધારાસભ્ય દળની બેઠક આજે યોજાવવાની છે. આ બેઠકમાં ભાજપ સાથે સરકાર બનાવવા અને સરકાર ન બનાવવાની સ્થિતિ પર વિચાર કરવામાં આવશે.

Oct 31, 2019, 11:38 AM IST
Amit Shah and Shiv Sena president to meet PT41S

અમિતશાહ અને શિવસેના પ્રમુખ વચ્ચે થશે મુલાકાત

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે. ત્યારે હવે આગામી 30મી તારીકે શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરે અને ગૃહમંત્રી અમિતશાહ વચ્ચે મુલાકાત થશે.

Oct 28, 2019, 07:25 PM IST
Today PM Narendra Modi Will Address Rallies In Haryana And Mumbai PT1M41S

આજે પીએમ નરેન્દ્ર મોદી હરિયાણા અને મુંબઇમાં રેલી સંબોધશે

પીએમ મોદી આજે હરિયાણા અને મુંબઇમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. બપોરે 12:30 વાગ્યાની આસપાસ હરિયાણાના ગોહાનામાં રેલી સંબોધશે અને ત્યારબાદ 2:30 વાગ્યાની આસપાસ મુંબઇના હિસારમાં રેલી સંબોધશે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પ્રચારને લઇ પીએમ મોદી છેલ્લા બે દિવસથી મહારાષ્ટ્રના વિવિધ સ્થળોએ રેલીને યોજી રહ્યાં છે.

Oct 18, 2019, 08:40 AM IST

જો અમે મહારાષ્ટ્રમાં BJPને સમર્થન ન આપ્યું હોત તો સરકાર પડી જાત: ઉદ્ધવ ઠાકરે 

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 (Maharashtra Assembly Elections 2019) માટે પ્રચારમાં લાગેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જો અમે ભાજપને સમર્થન ન આપત તો સરકાર પડી જાત.

Oct 14, 2019, 03:33 PM IST

મહારાષ્ટ્ર: 155-165 સીટો પર લડી શકે છે ભાજપ, શું શિવસેના બનશે જૂનિયર પાર્ટનર?

પાર્ટી જમ્મૂ કાશ્મીરમાં કલમ 370 દૂર કરતાં, દુનિયાભરમાં ભારતના વધતા જતા કદ અને રાષ્ટ્રવાદના મુદ્દા પર વિપક્ષને ઘેરીને ભાજપે પોતાની તાકાત વધારી દીધી છે. બીજી તરફ શિવસેના પોતાના યુવા ચહેરા આદિત્ય ઠાકરેને રાજકારણમાં ઉતારવા માટે યાત્રાનું આયોજન કરી પાર્ટીમાં નવો પ્રાણ ફૂંકવાનો પ્રયત્ન કર્યો છે.

Sep 24, 2019, 12:27 PM IST

વીર સાવરકર પહેલા વડાપ્રધાન હોય તો ન થયો હોત પાકિસ્તાન જન્મ: ઉદ્ધવ ઠાકરે

ઠાકરેએ તેમના ભાષણમાં કહ્યું, ‘તેમને નહેરૂને વીર કહેવામાં કોઇ વાંધો ન હોત જો તે 14 મિનિટ સુધી જેલમાં સાવરકર જેમ રહ્યા હોત. સાવરકર 14 વર્ષ સુધી જેલમાં રહ્યાં હતા.’

Sep 18, 2019, 08:13 AM IST

ઉદ્ધવ ઠાકરેનો હુંકાર, રામ મંદિર નિર્માણનો સમય નજીક, પહેલી ઇંટ મુકવા તૈયાર રહે શિવસૈનિક

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે શિવસેના અને ભાજપ એકબીજા પર દબાણ લાવવાની રાજનીતિ રમી રહ્યા છે

Sep 16, 2019, 04:44 PM IST

પુર અંગે રાજનીતિ કરવાને બદલે અમારે સાથે આવવાની જરૂર: ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રનાં કોલ્હાપુરમાં પુરના કારણે સ્થિતી નાજુક બનેલી છે, એનડીઆરએફની ટીમ સતત લોકોને પુર પ્રભાવિત વિસ્તારથી સુરક્ષીત કાઢવાના પ્રયાસો કરી રહી છે

Aug 11, 2019, 05:36 PM IST

શિવસેનાના સ્થાપના દિવસ કાર્યક્રમમાં CM ફડણવીસની હાજરી, ઉદ્ધવ ઠાકરેને ગણાવ્યાં 'મોટા ભાઈ'

શિવસેનાના 53માં સ્થાપના દિવસ પર બુધવારે મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યાં હતાં. એવું પહેલી વાર બન્યું કે કોઈ પાર્ટીના સ્થાપના દિવસે બીજી પાર્ટીના નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યાં હોય.

Jun 20, 2019, 08:28 AM IST

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની પ્રેસ કોન્ફરન્સ, કહ્યું- જલ્દી બનશે રામ મંદિર

રામલલાના દર્શન કર્યા બાદ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું કે તેમને વારંવાર અયોધ્યા આવવાનું મન કરે છે. ઠાકરેએ કહ્યું કે, રામ મંદિર ચૂંટણી મુદ્દો નથી.

Jun 16, 2019, 09:41 AM IST

રામ મંદિર પર ફરી ગરમાયું રાજકારણ, આજે રામલલાના દર્શન કરશે ઉદ્ધવ ઠાકરે

અયોધ્યાની વિવાદિત જમીન પર ફરી એકવાર રામ મંદિર નિર્માણને લઅને રાજકારણ ગરમાયું છે. આજે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે તેમના 18 સાંસદો સાથે અયોધ્યા પહોંચી રહ્યાં છે. ઉદ્ધવ ઠાકરે સવારે 9 વાગે અયોધ્યા પહોંચશે અને 11 વાગે રામલલાના દર્શન માટે જશે.

Jun 16, 2019, 08:04 AM IST

અમે રામ નામે ક્યારે પણ મત નથી માંગ્યા અને ન માંગીશું: સંજય રાઉત

શિવસેના નેતા સંજય રાઉતે શનિવારે કહ્યું કે, પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ગત્ત વર્ષે નવેમ્બરમાં કરેલું વચન પુર્ણ કરી રહ્યા છે કે તેઓ ચૂંટણી બાદ અહીં ફરીથી આવશે. તેમણે રામલલાને રાજનીતિનો નહી પરંતુ આસ્થાનો વિષય ગણાવ્યો હતો. રાઉતે કહ્યું કે, રામલલા રાજનીતિનો વિષય નથી પરંતુ આસ્થાનો મુદ્દો છે. અમે રામના નામે મત નથી માંગ્યો અને અન તો ભવિષ્યમાં માંગશે. જ્યારે તેઓ (ઉદ્ધવ) નવેમ્બરમાં અયોધ્યામાં આવ્યા હતા તો ચૂંટણી બાદ ફરી આવવાનો વાયદો કર્યો હતો. તેઓ પોતાનું વચન પુર્ણ કરી રહ્યા છે. 

Jun 15, 2019, 08:27 PM IST

શિવસેનાએ કરી અમિત શાહની પ્રસંશા, ‘કહ્યું- ગૃહમંત્રીએ મોટા ઓપરેશનની નીતિ બનાવી’

કેન્દ્રની નવી મોદી સરકારમાં ગૃહમંત્રી તરીકે અમિત શાહ દ્વારા જમ્મૂ કાશ્મીરમાં સીમાંકનના પ્રસ્તાવનું શિવસેનાએ સ્વાગત કર્યું છે. શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના સમાચાર પત્ર સામના દ્વારા અમિત શાહની પ્રસંશા કરી છે. શિવસેનાએ લખ્યું છે, એમિત શાહએ શું કરવું જોઇએ તે સ્પષ્ટ થઇ ગયું છે.

Jun 6, 2019, 09:10 AM IST

NDAની ડિનર ડિપ્લોમસી, 36 પક્ષોના નેતાઓએ પીએમ મોદી પર ભરોસો જતાવ્યો

ચૂંટણીના પરિણામો અગાઉ ભાજપ અધ્યક્ષ અમિત શાહે એનડીએના સાથી પક્ષો માટે દિલ્હીમાં એક ડિનરનું આયોજન કર્યું. જેમાં એનડીએના તમામ ઘટક  પક્ષો ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ સામેલ થયા છે. લોકસભા ચૂંટણીના પરિણામો 23મી મેના રોજ જાહેર થનાર છે. તે પહેલા જ આ ડિનરને ખુબ મહત્વનું ગણવામાં આવી રહ્યું છે. 

May 21, 2019, 08:41 PM IST

શાહના ડિનર અને વિપક્ષની બેઠકથી દૂર રહ્યાં આ 2 નેતા, જાણો શું ચાલે છે તેમના મનમાં

એક્ઝિટ પોલ (EXIT POLL) બાદ દિલ્હીના રાજકીય ગલિયારોમાં હલચલ વધી ગઇ છે. એનડીએએ ડિનર ડિપ્લોમેસીનું આયોજન કર્યું તો વિપક્ષી દળે એક સાથે રહેવાનો દાવો કરવા માટે બેઠક બોલાવી છે. આ બધા વચ્ચે મહારાષ્ટ્રના બે મોટા નેતા દિલ્હીથી દૂર રહ્યાં છે.

May 21, 2019, 02:27 PM IST

કાશીમાં દેખાશે NDAની એકજુટતા, PM મોદીના નામાંકનમાં નીતીશ કુમાર સહિત સામેલ થશે દિગ્ગજ નેતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2019ને લઇને વારાણસીથી 26 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરવા દઇ રહ્યાં છે. તે દરમિયાન રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) તરફથી એકજુટતા દેખાડવાનો પ્રયાસ થશે.

Apr 24, 2019, 04:05 PM IST