મુંબઈ: પાવર ગ્રિડ ફેલ થવાના કારણે વીજળી સંકટ સામે ઝઝૂમી રહેલી આર્થિક રાજધાની મુંબઈ (Mumbai)માં  વીજ પૂરવઠો પૂર્વવત થયો છે. મામલાને ગંભીરતાથી લઈને ઉદ્ધવ સરકારે ઉચ્ચ સ્તરની તપાસના આદેશ આપ્યા છે. આ દરમિયાન અનેક જીવન જરૂરી સેવાઓ ખોરવાઈ ગઈ. પીક અવર્સમાં વીજ કાપથી લોકો હેરાન પરેશાન થયા છે. મુંબઈમાં વીજળી સંકટના કારણે અનેક ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો છે. મુંબઈ યુનિવર્સિટીની કેસી કોલેજની પરીક્ષાઓ રદ કરાઈ છે. બોમ્બે હાઈકોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી રોકવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈમાં મોટું વીજ સંકટ, અનેક વિસ્તારોમાં અચાનક વીજળી ગુલ


શું કહેવું છે ઉર્જામંત્રીનું?
મહારાષ્ટ્ર સરકારના ઉર્જામંત્રી નીતિન રાઉતનું કહેવું છે કે 400 કેવી કલવા-પડગા સર્કિટ-01માં કામ ચાલુ હતું આથી સમગ્ર લોડ સર્કિટ-2 પર આવી ગયો જેના કારણે તે ફેલ થઈ ગયો. સર્કિટ-2 ફેલ થવાથી મુંબઈ અને થાણેના મોટા ભાગના વિસ્તારોમાં લાઈટ જતી રહી. તેમણે કહ્યું કે આ મામલે ઉચ્ચ સ્તરની તપાસ કરાવવામાં આવશે. કેટલાક વિસ્તારોમાં વીજ પૂરવઠો બહાલ કરાયો છે. અન્ય જગ્યાએ પણ જલદી વીજ પૂરવઠો બહાલ કરવા માટે વિદ્યુત કર્મચારીઓ કાર્યરત છે. 


Corona Update: કોરોનાનો ઘટી રહ્યો છે પ્રકોપ! રસી વિશે સ્વાસ્થ્યમંત્રીએ આપી મહત્વની જાણકારી


તમામ જરૂરી સેવાઓ ઠપ
ગ્રિડ ફેલ થવાના કારણે સવારે 10.05થી ચર્ચગેટ અને બોરીવલીની લોકલ ટ્રેન સેવાઓ બંધ થઈ છે. જો કે વસઈ રોડ પર ઉપલબ્ધ MSETCLથી વીજળી આપૂર્તિ થતા બોરીવલીથી વિરાર વચ્ચે જરૂરી ટ્રેનો ચાલુ છે. ચર્ચગેટ-બોરીવલી સેક્શનમાં સેવાઓ શરૂ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. મુંબઈના અનેક વિસ્તારોમાં પેટ્રોલ પંપ બંધ કરાયા છે. થાણેના તમામ પંપિંગ સ્ટેશન બંધ, એટલે કે પાણીનો સપ્લાય બંધ થયો છે. 


શું 15 ઓક્ટોબરથી શાળાઓ ખુલશે? ખાસ જાણો લેટેસ્ટ અપડેટ 


ઈમજન્સી નંબરો જાહેર
બીએમસીએ મુંબઈ વિસ્તારમાં વીજળી પૂરવઠા અંગે માહિતી મેળવવા ઈમરજન્સી નંબર બહાર પાડ્યા છે. બીએમસીએ ટ્વીટ કરી છે કે મુંબઈગરાઓ ઈમરજન્સી સ્થિતિમાં  022-22694727, 022-226947725 અને 022-22704403 પર ફોન કરી શકે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube