મહારાષ્ટ્ર: ઉદ્ધવ સરકારે બનાવ્યો વીજ બિલ માફીનો ફોર્મ્યુલા, એક કરોડ ગ્રાહકોને મળશે લાભ
મહારાષ્ટ્ર ખાસ કરીને મુંબઈના લોકો વીજ બિલને લઈને હંમેશા પરેશાન રહેતા હોય છે. કોરોના સંકટ સમયે તો વીજળીના આડેધડ વધારે રકમના આવેલા બિલે લોકોના હોશ ઉડાવી દીધા હતાં પરંતુ હવે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર લોકડાઉન દરમિયાન આવેલા વીજળી બિલો પર મોટી રાહત આપવા જઈ રહી છે. કેબિનેટમાં મંજૂરી માટે પ્રસ્તાવ તૈયાર કરી લેવાયો છે. આ યોજનાનો ફાયદો મહારાષ્ટ્રના એક કરોડ ગ્રાહકોને મળશે. ઉદ્ધવ ઠાકરે સરકારની યોજના મુજબ દરેક પરિવારને 2019ના બિલ મુજબ ચૂકવણી કરવાની રહેશે. આના કારણે કોરોના કાળમાં જેને બિલ વધારે આવ્યું હશે તેને વધુ રકમ ચૂકવવામાંથી રાહત મળી જશે. શું તમે આ દાયરામાં આવો છો?... આ રીતે સમજો.
મુંબઈ: મહારાષ્ટ્ર ખાસ કરીને મુંબઈના લોકો વીજ બિલને લઈને હંમેશા પરેશાન રહેતા હોય છે. કોરોના સંકટ સમયે તો વીજળીના આડેધડ વધારે રકમના આવેલા બિલે લોકોના હોશ ઉડાવી દીધા હતાં પરંતુ હવે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર લોકડાઉન દરમિયાન આવેલા વીજળી બિલો પર મોટી રાહત આપવા જઈ રહી છે. કેબિનેટમાં મંજૂરી માટે પ્રસ્તાવ તૈયાર કરી લેવાયો છે. આ યોજનાનો ફાયદો મહારાષ્ટ્રના એક કરોડ ગ્રાહકોને મળશે. ઉદ્ધવ ઠાકરે સરકારની યોજના મુજબ દરેક પરિવારને 2019ના બિલ મુજબ ચૂકવણી કરવાની રહેશે. આના કારણે કોરોના કાળમાં જેને બિલ વધારે આવ્યું હશે તેને વધુ રકમ ચૂકવવામાંથી રાહત મળી જશે. શું તમે આ દાયરામાં આવો છો?... આ રીતે સમજો.
Corona Updates: એક જ દિવસમાં કોરોનાના 68 હજાર કરતા વધુ નવા દર્દીઓ, આ 5 રાજ્યોમાં સૌથી વધુ એક્ટિવ કેસ
શું છે વીજળી બિલ માફીનો ઉદ્ધવ સરકારનો ફોર્મ્યુલા?
1. જો આ વર્ષે એપ્રિલ-મે-જૂનના બિલ ગત વર્ષના બિલ કરતા સરખામણીમાં 100 યુનિટ સુધી વધુ આવ્યાં હશે તો આ વધેલા બિલ માફ થઈ જશે.
2. જો એપ્રિલ-મે-જૂનનું બિલ ગત વર્ષથી 101-300 યુનિટ સુધી વધુ આવ્યું હશે તો આ વધારાના બિલનો 75% ભાગ માફ થઈ જશે.
3. જો ગત વર્ષની સરખામણીમાં લોકડાઉન દરમિયાન વીજળીનું બિલ 301-500 યુનિટ કે તેનાથી વધુ આવ્યું હશે તો વધારાનો બિલનો 50% ભાગ સરકાર માફ કરી દેશે.
4. જો વીજળીનું બિલ 500 યુનિટ આવતું હતું તો સરકાર આ 500 યુનિટથી જેટલા વધુ આવ્યા હશે તેનો 25% હિસ્સો માફ કરશે.
સુશાંત કેસમાં હવે રિયાની ડિટેલ્સ મેળવવા માટે ED કરશે 'FIU'નો ઉપયોગ!, ખાસ જાણો
કયા ગ્રાહકોને મળશે રાહત અને કેવી રીતે?
1. મહારાષ્ટ્ર સરકારની આ યોજનાનો લાભ ફક્ત ઘરેલુ ઉપયોગ માટે લેવાયેલી વીજળી માટે થશે, કોમર્શિયલ માટે નહીં.
2. આ યોજનામાં છૂટ ફક્ત લોકડાઉન પીરિયડ એટલે કે એપ્રિલ-મે-જૂન ત્રણ મહિનાના બિલ પર જ મળશે.
3. ઉદ્ધવ ઠાકરે સરકારની આ સ્કિમનો ફાયદો સરકારી, ખાનગી, વીજળી કંપનીઓના તમામ ગ્રાહકોને મળશે.
4. આ પ્રસ્તાવ મુજબ બિલની તપાસ થયા બાદ તેના પર છૂટ આપોઆપ મળી જશે.
પરિવાર જે શાલિનીને શોધતો હતો તે Facebook પર 'ફિઝા ફાતિમા' બનીને મળી, જાણો ચોંકાવનારો કિસ્સો
કેમ આપવી પડી રાહત? શું હતો મામલો
હકીકતમાં લોકડાઉન પીરિયડ દરમિયાન એપ્રિલ, મે, જુન સમયગાળામાં વીજળીના બિલમાં ભારે વધારો થયો હોવાની ફરિયાદો આવી હતી. વીજળી કંપનીઓની દલીલ હતી કે લોકડાઉનના કારણે તેઓ મીટર રિડિંગ કરી શક્યા નહીં. આથી તેમણે ગ્રાહકોને એક સરેરાશ બિલ મોકલી દીધુ, બાદમાં તેઓ રીડિંગ કરી રહ્યાં છે. ગ્રાહકોની ફરિયાદ હતી કે તેમનું વીજ બિલ 5 ગણું વધારે આવ્યું છે. મહારાષ્ટ્ર સરકારની આ યોજનાથી રાજ્ય સરકાર પર 1500 કરોડ રૂપિયાનો વધારાનો બોજો પડવાની આશંકા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube